મામલતદાર અનિલ ભેડાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ ઓખા
ઓખા ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે, ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સુદર્શન સેતુ પર સાયકલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારકાના મામલતદાર અનિલભાઈ ભેડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
- Advertisement -
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ઉપાધ્યાય, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટક, ઓખા શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોહિલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પૂજાબેન દવેએ કર્યું હતું. નેવી અને કોસ્ટગાર્ડના જવાનો તેમજ શાળાઓના પ્રિન્સિપાલ અને સ્ટાફે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓખા નગરપાલિકાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.