હોટલ બુકિંગ, કુરિયર, ફેક મેમોના નામે 6 લોકો સાથે થઈ હતી ઠગાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
રાજકોટ સહિત દેશભરમાં લોકો ઓનલાઇન છેતરપીંડીના ભોગ બની રહ્યા છે ત્યારે રાજકોટમાં ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનાર વધુ 6 લોકોને સાયબર ક્રાઇમ પોલીસે રૂ. 13,22,281ની રકમ પરત અપાવી છે.
રાજકોટમાં હોટલ બુકિંગ, કુરિયર, વિદેશથી પાર્સલ આવ્યું હોવાના નામે લોકો સાથે ગઠિયાઓએ ફ્રોડ કર્યા હોય સાયબર ક્રાઈમ પોલીસે ફ્રોડમાં ગુમાવેલા નાણા અરજદારોને પરત અપાવ્યા હતાં, જેમાં મુંબઈ રહેતા જુહીબેનને હોટલ બુકિંગના બહાને ગઠિયાઓએ ક્રેડિટ કાર્ડથી રૂા. 1.92 લાખ ઉપાડી લીધા હતા.
જે રકમ પરત અપાવી હતી તેમજ રાજુભાઈ ભંડેરી સાથે બ્લુડર્ટ કુરિયરના બહાને રૂા. 1.22 લાખનો ફ્રોડ થયો હતો જે પૈકી 43 હજાર પરત અપાવ્યા છે તેમજ એક અરજદારે ગુમાવેલા 38 હજાર પણ પરત અપાવ્યા હતા આ ઉપરાંત રાજકોટનાં શ્યામભાઈ પંડ્યાને તેના નામથી વિદેશથી પાર્સલ આવ્યું હોવાનું જણાવી ડોક્યુમેન્ટનો દુરૂપયોગ થયો ગઠિયાએ રૂા. 11.27 લાખ પડાવી લીધા હતા જેમાંથી રૂ. 4.99 લાખ સાયબર ક્રાઇમ પોલીસે પરત અપાવ્યા હતાં તેમજ કમલેશભાઈ ચૌહાણને વાહન પરિવહનનો ફેક મેમો મોકલી ફોનનો એક્સેસ મેળવી 1.48 લાખની છેતરપીંડી કરવામાં આવી હતી. જે રકમ પણ પરત અપવાઈ હતી.