ટેલિગ્રામ પર ‘ઓનલાઈન ટાસ્ક’ આપી લોભામણી સ્કીમમાં ફસાવ્યો
ધર્મલાભ સોસાયટીના યુવાને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
સોશિયલ મીડિયા ટેલિગ્રામ પર ’ઓનલાઈન ટાસ્ક’ પૂર્ણ કરીને લાખો કમાવવાની લોભામણી સ્કીમમાં ફસાવીને સાયબર માફિયાઓએ મોરબીના એક યુવાનના રૂ. 27,57,000 ઓળવી લીધા હોવાની ફરિયાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીની ધર્મલાભ સોસાયટીમાં રહેતા નીરવકુમાર નરેશકુમાર કુકરવાડિયાએ પાંચ અલગ-અલગ યુઝર પ્રોફાઈલ બનાવનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીઓએ ટેલિગ્રામ પર ઓનલાઈન ટાસ્ક પૂરા કરી મોટા આર્થિક ફાયદા મેળવવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો અને તેના અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ. 27,57,000 નું રોકાણ કરાવી લીધું હતું. બાદમાં, નીરવકુમારે રોકાણના નાણાં પરત માંગતા આરોપીઓએ પૈસા આપવાનો ઈન્કાર કરી ઠગાઈ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



