સાઇબર ક્રાઇમના એ.સી.પી. વિશાલ રબારી સમક્ષ રેવન્યુ બાર એસો.ના વકીલોની રજુઆત, વકીલો દ્વારા સોફટવેર તાત્કાલિક બદલવાની માંગણી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં જિલ્લામાં રેવેન્યુની પ્રેકટિસ કરતા પાંત્રીસથી વધારે વકીલોના ખાતામાંથી સાઈબર ફ્રોડ દ્વારા બેન્ક ખાતામાંથી રકમ ઉપડી જતા આજરોજ વકીલોમાં હાહાકાર મચી ગયો હતો અને આ અંગેની જાણ રાજકોટ રેવન્યુલ બાર એસોસીએશના સેક્રેટરી વિજય તોગડીયાને જાણ થતા તાત્કાીલીક એસોસીએશનનાં હોદેદારો તેમજ સભ્યોએ સાથે એ.આઈ.જી.આર અજય ચારેલને પાસે દોડી જઈને આ અંગે વાકેફ કર્યા હતા.
- Advertisement -
આ અંગે રાજકોટ રેવન્યુય બાર એસોસીએશનના જે જે એડવોકેટ સાથે ફ્રોડ થયેલ છે તેમની વિગતો સાથે સાઈબર ક્રાઈમના એ.સી.પી. વિશાલ રબારીને મળીને આ અંગે રજુઆત કરતા અને તેની ગંભીરતા સમજતા તાત્કાાલીક ધોરણે રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન લેખિતમાં ફરીયાદ લઈને તપાસનો ધમધમાટ ચાલું કર્યા હતો.