ફ્રોડથી મેળવેલા કરોડના નાણાં બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક/અઝખ મારફત સગેવગે કરાયા: ઙજઈં સહિતના અધિકારીઓએ ગુના નોંધાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
- Advertisement -
મોરબીમાં સાયબર ક્રાઈમ દ્વારા છેતરપિંડી આચરીને મેળવેલા નાણાં સગેવગે કરવા માટે સક્રિય એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એક બાદ એક એમ કુલ ચાર અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે, જેમાં આરોપીઓ દ્વારા સિન્ડિકેટ ચેનલ બનાવીને બેંક ખાતાઓનો ઉપયોગ કરી ફ્રોડની રકમને વિડ્રો કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કુલ 15 આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ મથકમાં ગુના નોંધાયા છે.
1. બે આરોપી વિરુદ્ધ ફરિયાદ (મોરબી સિટી બી ડિવિઝન): પીએસઆઇ વાય.પી. વ્યાસે આરોપીઓ યશપાલ જીતેન્દ્ર દવે અને રજનીભાઈ કાંતિભાઈ પટેલ (રહે. અરુણોદય સોસાયટી, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યશપાલ દવેએ પોતાના બેંક એકાઉન્ટમાં ફ્રોડથી મેળવેલ નાણાં ચેકથી વિડ્રો કરી તે રકમ રજનીભાઈ પટેલને આપી આર્થિક લાભ મેળવ્યો હતો. તપાસમાં જાણવા છતાં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ગુનો આચર્યો હતો.
2. ઇંઉઋઈ બેંકમાં સિન્ડિકેટ ચેનલ બનાવી ફ્રોડ (મોરબી સિટી બી ડિવિઝન): સાયબર ક્રાઈમ પોલીસ મથકના મહિપાલસિંહ ગંભીરસિંહ વાળાએ વર્સ વિજેન્દ્રસિંઘ ધામા, આયુરાજસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા (રહે. મોરબી-2) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ સિન્ડિકેટ ચેનલ બનાવી, અલગ અલગ રાજ્યોના વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હતી. ફ્રોડથી મેળવેલ નાણાં આરોપી વર્સ ધામાના બેંક એકાઉન્ટમાં જમા કરાવીને તે રકમ ચેક અને અઝખ દ્વારા વિડ્રો કરી સગેવગે કરવામાં આવી હતી.
3. એજન્ટો નીમી બેંક ખાતામાંથી નાણાં વિડ્રો (મોરબી એ ડિવિઝન): સાયબર ક્રાઈમ પોલીસ મથકના જયપાલસિંહ અજીતસિંહ ઝાલાએ ભરત પરષોતમ બારડ, મનીષ ડાયાભાઇ દોશી સહિત કુલ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ભરત બારડ અને મનીષ દોશીએ ગુનાહિત કાવતરું રચી ચાર એજન્ટો (રોહિત, રાહુલ, રાજા, લક્ષ્મણ) ને આર્થિક લાભ આપવાની લાલચ આપી તેમના બેંક ખાતામાં ફ્રોડની રકમ જમા કરાવી તે ચેકથી વિડ્રો કરી હતી.
4. સંબંધીઓના ખાતા ખોલાવી નાણાં સગેવગે (મોરબી એ ડિવિઝન): અમિતભાઈ ચંદુલાલ બાબરિયાએ આનંદ સોમાભાઈ હળવદીયા, કરણ સોમાભાઈ હળવદીયા (રહે. શનાળા રોડ, મોરબી) અને વિપુલ રામજીભાઈ ગડા, હેમુભાઈ (મુંબઈ/અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી આનંદ અને કરણે સંબંધીઓના બેંક ખાતા ખોલાવડાવી, તેમની જાણ બહાર ગુનાહિત કાવતરું રચી એજન્ટો વિપુલ અને હેમુભાઈને આર્થિક લાભ આપી ફ્રોડની રકમ જમા કરાવી ચેકથી વિડ્રો કરી લીધી હતી.
ચાર અલગ-અલગ ફરિયાદોમાં કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધી મોરબી પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.



