‘જે.ડી. એન્ટરપ્રાઈઝ’ નામે ખોટી પેઢી બનાવી 92.88 લાખની હેરાફેરી: કમિશનની લાલચ આપી બેંક કિટ પડાવી લીધી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
મોરબી સાયબર ક્રાઈમ પોલીસે સાયબર માફિયાઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. છેતરપિંડીથી મેળવેલા નાણાં સગેવગે કરવા માટે ખોટી પેઢી બનાવી બેંક ટ્રાન્ઝેક્શન કરનારા બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને ઈસ્માઈલ હુસેનભાઈ કટિયાએ સાથે મળીને આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. તેઓએ ઈસ્માઈલના નામે ‘જે.ડી. એન્ટરપ્રાઈઝ’ નામની પેઢી ખોલાવી હતી. આ પેઢીના કરન્ટ એકાઉન્ટ તેમજ સેવિંગ્સ એકાઉન્ટમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ રૂ. 92,88,802/- જમા કરાવ્યા હતા.
આરોપી દિવ્યરાજસિંહએ ઈસ્માઈલને કમિશનની લાલચ આપી તેની બેંક કિટ અને દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હતા. આ નાણાં ચેક અને એટીએમ મારફતે વિડ્રો કરી સગેવગે કરવામાં આવ્યા હતા. મોરબી સાયબર ક્રાઈમ પોલીસે આ અનધિકૃત પ્રવૃત્તિ પકડી પાડી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.



