ખાસ-ખબર ન્યૂઝ સુલતાનપુર
સુલતાનપુર પો.સ્ટે. વિસ્તારના દેરડી કુંભાજી ગામમાં આવેલ માતૃશ્રી શાંતાબેન કોલેજ ખાતે સાયબર ક્રાઇમ એવેરનેસ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બપોરે 3.30 થી 4.30 કલાક સુધી રાખવામાં આવ્યો હતો જેમાં સુલતાનપુર થાણા અધિકારી પી. એસ. આઈ એ.બી. કાકડીયા તથા અ.જ.ઈં. યોગરાજસિંહ જાડેજા તેમજ હિતેશભાઈ ગરેજા દ્વારા કોલેજના બી. એ.નો અભ્યાસ કરતા અંદાજિત 90 જેટલા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે અને તેનો ભોગ ન બનીએ તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી જેમાં ઘર બેસી પૈસા કમાઓ એવા મેસેજ થી લલચાવું નહીં,મોબાઈલ લોકેશન જરૂર હોઈ તોજ ચાલુ રાખવું,મોબાઈલ નો ઘઝઙ-ઈટટ પીન કોઈને આપવો નહીં,પૈસા ડબલ ની સ્કીમ મા પડવું નહીં,ડેટીગ -લવ સ્કેમ થી સાવધાન રહેવું,લાઈટ બિલ ભરો નહીંતર કપાઈ જશે તેવા કોલ થી જાણ્યા વગર પૈસા ભરવા નહીં,સોશ્યિલ મીડિયા ફ્રેન્ડ સાથે પૈસા નો વ્યવહાર કરવો નહીં,લોભામણી સ્કીમ મા ભરમાવું નહીં,અજાણ્યા ફ્રેન્ડ ની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવી નહીં,અજાણ્યા વ્યક્તિ નો વિડિઓ કોલ રિસિવ કરવો નહીં ભૂલ થી વીડિયોકોલ રિસિવ થાઈને વિડિઓ પબ્લિસ કરવાની ધમકી આપે ને પૈસા ની માંગણી કરે તો ચૂકવશો નહીં ને તુરંત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ની મદદ લેવી, જેવી અનેક વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.આચાર્ય ગોપાલભાઈ ભુવા દ્વારા સમસ્ત પોલીસ સ્ટાફ નો આભાર માનવામાં આવ્યો હતો.