ક્ષ જઙ મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં 100 વોલન્ટીયર પોલીસ સાથે જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
સાઈબર ક્રાઈમ સામે લોક જાગૃતીએ પ્રથમ સફળતા છે.પોલીસે જીલ્લામા અનેક રીતે શોષ્યલ મીડીયાના માધ્યમ થી ભોગ બનેલા લોકોના નાણા પરત અપાવ્યા છે.પરંતૂ સાવચેતીએ આ સમસ્યાનો ઊત્તમ ઊપાય છે.તેવૂ નીષ્ણાંતોએ સોમનાથ ખાતે યોજાયેલ સાઇબર જાગૃતતા કાર્યક્રમમાં જણાવ્યૂ હતું.સોશિયલ મીડિયાના ફ્રોડ માધ્યમથી અનેક લોકોએ લાખો કરોડો રૂપિયા ગુમાવવાનો પણ વારો આવે છે ત્યારે પ્રવર્તમાન સમયને ધ્યાન રાખી ગીર સોમનાથ જિલ્લા પોલીસે પ્રથમ વખત સાયબર વોલન્ટીયરની એક અગત્યનો સેમિનાર સોમનાથના રામ મંદિર ઓડીટોરિયમ હોલ ખાતે યોજવામાં આવેલ હતો જેમાં 100 જેટલા વોલન્ટીયર પોલીસ સાથે જોડાયા છે.જ્યારે 150 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.નોંધનીય છે કે,ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં 63 લાખ રૂપિયા જેટલો સાઇબર ફ્રોડ થયો છે જેમાંથી પોલીસે ભોગ બનનાર લોકોને 32 લાખ રૂપિયા જેટલી રકમ પરત પણ અપાવી છે. ગીર સોમનાથ જિલ્લાના એએસપી જીતેન્દ્ર અગ્રવાલ એ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર અનેક પ્રકારના લોકો હોય છે જેમાં કોઈપણ ફ્રેન્ડ રિક્વેસ્ટ કે કોઈપણ કોમેન્ટ પર ભરોસો કરવો યોગ્ય નથી.આમ કોઈપણ અજાણ્યા લોકો પર ભરોસો કરવો જોખમી બને છે પરિચિત લોકો સાથે જ ચેટિંગ અને સોશિયલ વ્યવહાર એ જ ઉત્તમ વિકલ્પ છે અને છેતરાયેલા લોકો સાથે એએસપી એ મુક્ત મને વાતો કરી અને આવા બનાવવામાં જાગૃત કેમ રહેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા.એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલ અને એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.