ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રેંજ આઇજી અને એસપી હર્ષદ મહેતાના નેતૃત્વમાં આજના યુગમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ તેમજ સેલ્ફ ડિફેન્સ અંગે અવરનેશ માટે જિલ્લા પોલીસ દ્વારા સ્કુલો, શાળા અને કોલેજોમાં સાયબર ક્રાઇમના સેમિનાર યોજી વિદ્યાર્થીઓમાં અવરનેશ લાવવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ ભવનાથ વિસ્તામાં આવેલ મિનરાજ શૈક્ષણીક સંકુલ ખાતે ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.બી.લાલકા તેમજ એએસઆઇ આર.એ.ઉપાઘ્યાય, કૌશિક મેરૂભાઇ ડાકી, રોહીત અરજણભાઇ હડીયા, જયોતીબેન ટાંક દ્વારા સાયબર ક્રાઇમ તેમજ સેલ્ફ ડિફેન્સ અંગે અવરનેશ પ્રોગ્રામ યોજવામાં આવેલ હતો. જેમાં સંકુલના સંચાલક દાદુભાઇ કનારા અને શિક્ષકગણની ઉપસ્થિતીમાં 250 જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનો જોડાયા હતા.