ખાસ-ખબર ન્યૂઝ ચેન્નાઈ, તા.27
5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે મંગળવારે ચાલુ સિઝનની 7મી મેચમાં ગયા વર્ષની ફાઇનલિસ્ટ ગુજરાત ટાઇટન્સ (GT)ને 63 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે CSK પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગયું છે. ટીમના ખાતામાં 4 પોઈન્ટ છે. ચેન્નાઈએ આ જ મેદાન પર સીઝનના ઓપનરમાં આરસીબીને 6 વિકેટથી હરાવ્યું હતું. ચેપોક સ્ટેડિયમમાં ગુજરાતે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા.
- Advertisement -
207 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શક્યું હતું. ચેન્નાઈ માટે રચિન રવિન્દ્ર (20 બોલમાં 46 રન) અને શિવમ દુબે (23 બોલમાં 51 રન)એ વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જ્યારે કેપ્ટન રુતુરાજ ગવકવાડે 36 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી. ગુજરાત તરફથી સાંઈ સુદર્શને સૌથી વધુ 37 રન બનાવ્યા હતા. દીપક ચહર, મુસ્તફિઝુર રહેમાન અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી. શિવમ દુબેને તેની અડધી સદીની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટાઇગર અભી ઝિંદા હૈ: 41 વર્ષના ધોનીએ 2.27 મીટર ડાઈવ કરીને ફ્લાઈંગ કેચ લીધો
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ વિજય શંકરને આઉટ કરવા માટે એક શાનદાર ડાઈવિંગ કેચ લીધો હતો. આ માટે ધોનીએ 0.6 સેક્ધડના રિએક્શન ટાઈમ સાથે 2.27 મીટર ડાઈવિંગ કર્યું. 8મી ઓવરમાં ડેરીલ મિશેલે ઓફ સ્ટમ્પની બહાર ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો. બોલ શંકરના બેટ સાથે કટ થયા બાદ વિકેટની પાછળ ગયો. ધોનીએ તેની જમણી તરફ ડાઇવ કરીને કેચ પકડ્યો હતો. આ માટે સોશ્ર્યલ મીડિયા પર ધોની જબરદસ્ત ટ્રેન્ડ થઈ રહ્યો છે અને પ્રશંસા મળી રહી છે. સુરેશ રૈનાએ 42 વર્ષના ધોની વિશે લખ્યું ટાઇગર અભી ઝિંદા હૈ.