ભારતીય ક્રિકેટ ટીમ તેમજ આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની લોકપ્રિયતા અલગ જ છે. ફેન્સ તેને ખૂબ જ પ્રેમ કરે છે. જ્યારે પણ તેની એન્ટ્રી થાય છે, ત્યારે સ્ટેડિયમમાં ફેન્સનો ઉત્સાહ જોવા લાયક હોય છે. ત્યારે લખનૌમાં રમાયેલી મેચ દરમિયાન પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. જેનો અનુભવ ક્વિન્ટન ડી કોકની વાઈફને થયો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકની વાઈફ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં જોવા મળે છે કે, ધોનીની એન્ટ્રી મેદાન પર થાય છે ત્યારે સાઉન્ડ લેવલ નોર્મલથી કેટલો વધી જાય છે. ડિ કોકની વાઈફ સાસાની સ્ટોરીમાં એક સ્માર્ટવોચ દેખાઈ રહી છે. જેમાં લાઉડ એનવાયરમેન્ટ સાઉન્ડ લેવલ 95 ડેસિબલ પહોંચી ચૂક્યો છે.
- Advertisement -
Making our day! 🥳🙌💥#ThalaDharisanam
— Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2024
- Advertisement -
સાસાને આ વોર્નિગ મેદાન પર ધોનીની એન્ટ્રી દરમિયાન મળી. આ મેચમાં એમએસ ધોનીએ 9 બોલમાં 28 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ છે.
જણાવી દઈએ કે, એપલ વોચ નોઈઝ એપ માઈક્રોફોન અને એક્સપોઝરના સમયગાળાના ઉપયોગ કરીને યૂઝરના આસપાસની અવાજને મેજર કરે છે. નોઈઝ લેવલ વધવા પર યૂઝર્સને વોર્નિંગ દ્વારા એલર્ટ આપવામાં આવે છે.