- છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૧૫૬૬ ડોલર જ્યારે ઉપરમાં ૬૫૩૦૦ ડોલર જોવા મળ્યો હતો
- ૬૯૦૦૦ ડોલરની સપાટીની નજીક પહોંચવાના માર્ગે હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું
સપ્તાહના પ્રારંભમાં બિટકોઈને ૬૫૦૦૦ ડોલરની સપાટી પાર કરીન નવેમ્બર, ૨૦૨૧માં સિદ્ધ કરેલી ઓલટાઈમ હાઈ સપાટીની નજીક પહોંચ્યો હતો. સોમવારે બિટકોઈનનો ભાવ બે વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો. ભાવમાં હજુ વધારો થવાની રોકાણકારો વિશ્વાસ ધરાવી રહ્યા હોવાથી બિટકોઈનમાં લેવાલી ટકી રહી છે.
સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી તથા બિટકોઈનના પૂરવઠામાં એપ્રિલમાં આવનારા કાપને જોતા તે ૬૯૦૦૦ ડોલરની સપાટીની નજીક પહોંચવાના માર્ગે હોવાનું બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
- Advertisement -
બિટકોઈન સ્પોટ ઈટીએફ બાદ અન્ય મુખ્ય ક્રિપ્ટોસ એથરમના ઈટીએફસને પણ મંજુરી મળવાની શકયતા હોવાના અહેવાલે બજારનું માનસ સુધર્યું હતું. અમેરિકામાં દસ મોટા સ્પોટ બિટકોઈન ઈટીએફસમાં નેટ ઈન્ફલોઝ ૨.૧૭ અબજ ડોલરજેટલો રહ્યો છે.
વર્તમાન વર્ષના પ્રથમ બે મહિનાના ગાળામાં જ બિટકોઈનમાં પચાસ ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. બિટકોઈન ઈટીએફસ લોન્ચ થયા બાદ રોકાણકારો માટે આ જોખમી એસેટસમાં રોકાણ માટે નવો માર્ગ ખૂલ્યો છે.
બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોસમાં ઉછાળાને પરિણામે ક્રિપ્ટોકરન્સીઝની એકંદર માર્કેટ કેપ વધી ૨.૩૮ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી.
- Advertisement -
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૧૫૬૬ ડોલર જ્યારે ઉપરમાં ૬૫૩૦૦ ડોલર જોવા મળ્યો હતો. મોડી સાંજે ૬૫૦૨૫ ડોલર કવોટ કરાતો હતો. એથરમનો ભાવ ૩૪૯૦ ડોલર મુકાતો હતો.