જી20ની બેઠકમાં ક્રિપ્ટોકરન્સી પર વૈશ્ર્વિક નિયમનકારી માળખું સ્થાપિત કરવાની ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જોકે તાજેતરમાં બોન્ડ માર્કેટ, ઈક્વિટી અને સોના-ચાંદીમાં તેજીને કારણે ક્રિપ્ટો માર્કેટ ઠંડુ છે. રેગ્યુલેશન અને ફિયાસ્કાના કારણે ક્રિપ્ટો બજારમાં ઓટ આવે છે પરંતુ આગામી સમયમાં ક્રિપ્ટો માર્કેટ ફરી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે ટાઈમ બોમ્બ સમાન ઘાતક બની શકવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.
- Advertisement -
ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડે કહ્યું કે ક્રિપ્ટો બજાર વિશ્વની આર્થિક સ્થિરતા માટે ખતરો બની શકે છે.
આ સાથે બોર્ડે ક્રિપ્ટો એસેટ માટે ગ્લોબલ રેગ્યુલેટરી ફ્રેમવર્કને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ ફ્રેમવર્ક ઝડપથી વિકસતા ક્રિપ્ટો એસેટ માર્કેટને કારણે ઉવતા પડકારોનો સામનો કરવા માટે રચાયેલ છે.
આ ફ્રેમવર્ક એફએસબી દ્વારા તે જ સમયે જારી કરવામાં આવ્યું છે જ્યારે જી20 ક્રિપ્ટોકરન્સી પર વૈશ્વિક નિયમનકારી માળખું સ્થાપિત કરવાની ચર્ચા કરી રહ્યું છે.
ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડના તાજેતરના અહેવાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ક્રિપ્ટોકરન્સી એસેટ માર્કેટ વિશ્વની આર્થિક સ્થિરતા માટે ખતરો બની શકે છે. રિપોર્ટ અનુસાર ક્રિપ્ટો એસેટ માર્કેટનો અનઅપેક્ષિત અણધાર્યો વિકાસ થઈ રહ્યો છે.