ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય તપાસ એજન્સીઓનું કામનું ભારણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ચાઈનીઝ કંપનીઓ પર મંગળવારથી શરૂ થયેલ દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે તેવામાં હવે ભારતના ક્રિપ્ટો એક્સચેન્જોને ઈડીનું તેડું આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કેટલાક ક્રિપ્ટો એક્સચેન્જોને મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જના નિયમોના કથિત ઉલ્લંઘન માટે સમન્સ મોકલ્યા છે.
આ સપ્તાહની શરૂઆતમાં CoinDCX, WazirX અને Coinswitch Kube ને ઈડીએ નોટિસ પાઠવી છે.CoinDCXના પ્રવક્તાએ કહ્યું, CoinDCX એક કંપની તરીકે કાયદાનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને નિયમનકારોને દરેક સમયે સહકાર આપીશું. EDએ ક્રિપ્ટો પ્લેટફોર્મ્સ કેવી રીતે કાર્ય કરે છે તેની માહિતી અને ડેટા મેળવવા માટે ભારતના મોટા એક્સચેન્જોને નોટિસ મોકલી છે.