મૃતકના પરીજનોનું આક્રંદ
બ્લાસ્ટ થયેલ બોટલ CO2 હોવાનું ફાયર વિભાગની તપાસમાં સામે આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં ફાયર સેફટીની બોટલ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં કંપનીના મેનેજરનું મોત થવા પામ્યું છે. અને પોલીસ તેમજ ફાયર વિભાગ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં આજે ઈઘ2ની બોટલ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઇ છે જેમાં કંપનીના મેનેજર મહેશ અમૃતલાલ સિધ્ધપુરાનું સ્કલ ફેક્ચરના કારણે સ્થળ પર મોત નીપજ્યું હતું. બપોરના 12 વાગ્યા આસપાસ શિવ ફાયર એન્જીનીયર્સ નામની દુકાનમાં ફાયર સેફટી બોટલ ફાટી હતી. જેની જાણ થતા પ્રથમ 108ની ટિમ સ્થળ પર પહોંચી હતી અને 108 ના સ્ટાફે તપાસ કરતા મેનેજર મહેશને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્કલ ફ્રેક્ચરનાં કારણે મોત થયાનું સામે આવ્યું છે.


