નિર્મલા રોડ ઉપર આવેલા કાફેમાં ધોકા ફટકારી તોડફોડ
આતંક મચાવી નાસી છૂટેલા આરોપી યશોધનસિંહ જેઠવા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટના નિર્મળા રોડ પર સ્વિગી બોય સાથે અસ્માત બાદ દુકાનના વેપારીએ તેને સમજાવવા જતા તેઓ સાથે પણ માથાકૂટ થયાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યશોધનસિંહ જેઠવા નામના યુવકે વેપારીની ક્રશ એન્ડ ક્રેવ દુકાનમાં ગત તા. 27ના રોજ તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના રૈયા રોડ બાપાસીતારામ ચોક પાસે આવેલ ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને નિર્મળા મેઈન રોડ સોનાલી રેસ્ટોરંટની સામે મારે ક્રશ એન્ડ ક્રેવ નામની કેફે ચલાવતા ધાર્મિકભાઈ રાજેનભાઈ બલદેવ ઉ.26 યશોધનસિંહ જેઠવા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ તા.25ના રાત્રીના હુ મારા કેફે ખાતે હતો ત્યારે યશોધનસિંહ જેઠવાને કોઈ સ્વિગી વાળા સાથે સામાન્ય અકસ્માત થતા સ્વિગિ ડીલીવરી વાળા સાથે ઝઘડો કરતો હોય જેથી મારો ભાઈ જય તેને છુટા પાડવા ગયેલા બાદ મારા ભાઈ સાથે પણ આ યશોધનસિંહે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદ બંન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બાદ થોડીવારમાં ફરી વખત આવી મને ધમકી આપેલી કે તને જોઈ લઈશ, તારા ટાંટીયા ભાંગી નાખીશ. જે બાબતે મે કોઈ ફરીયાદ કરી ન હતી. તેમજ 26 તારીખે ફરી સમાધાન બાબતે ભેગા થવાના હતા પરંતુ તેઓ આવ્યા નહિ. ત્યારે ગઈ તા.27ના રાત્રીના 11 આસપાસ હું કેફે ખાતે હતો તે દરમ્યાન આ યશોધનસિંહ જેઠવા આવેલા અને અમારી દુકાનના કાચના દરવાજાને કોઈ લાકડા વડે તોડી નુકશાન કરી ત્યાથી ભાગીને જતો રહ્યો હતો. અમે બહાર જઈને જોતા તેની નંબર પ્લેટ વગરની બ્લેક સ્કુટી લઈને ભાગી ગયો હતો. જેથી મે 100 નંબરમા કોલ કરતાં પોલીસ આવી ગઈ હતી અને આ યશોધનસિંહ જેઠવા સામે ફરિયાદ નોંધાવી હતી.



