ટેરિફ વોર દુનિયામાં મંદી લાવશે!
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલા ટેરીફ વોર અને ચીન તથા કેનેડા સહિતના દેશો દ્વારા તેના આપવામાં આવી રહેલા જવાબ વચ્ચે હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં મંદીના પગરણ શરૂ થયાના સંકેત છે અને સાઉદી અરેબીયા સહિતના ઓપેક રાષ્ટ્રો દ્વારા ક્રુડતેલ ઉત્પાદન વધારવાની જાહેરાત છતા પણ ક્રુડતેલ તેની કોવિડકાળની 2021ની સપાટી 65 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયું છે.
- Advertisement -
હવે ચીને પણ અમેરિકા પર વળતા ટેરીફ લાદતા પરીસ્થિતિ વધુ વણસે તેવી શકયતા છે અને છેલ્લે ક્રુડ ઓઈલ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 61.99 ડોલર પ્રતિ ડોલર સુધી નીચું ગયુ છે અને બ્રેન્ટક્રુડ 65 ડોલર રહ્યુ છે તો ગેસના ભાવમાં પણ એકંદર 7%નો ઘટાડો થયો છે. સાઉદી અરેબીયા રશિયા વિ.એ ઉત્પાદન મે માસથી દૈનિક 4 લાખ બેરલ વધારવા જાહેરાત કરી છે પણ માર્કેટ પર તેની નહીવત અસર છે.
ભારત જેનો આવક ઉપયોગ કરે છે તે બ્રેન્ટ ક્રુડ પણ 64.6 ડોલર પ્રતિ બેરલ નોંધાયુ છે અને હજુ તે દબાણ હેઠળ છે. આ રીતે ક્રુડતેલના ભાવમાં હવે નજીકના ભવિષ્યમાં ભાગ્યે જ વધારો થવાની ધારણા છે. હજુ ટેરીફ વોર લાંબી ચાલશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યુટીકલ અને સેમીક્ધડકટર ચીપ પર પણ ટેરીફ લાદવાની જાહેરાત કરી છે અને તેની અસર પણ ચીન પર થશે.