અગાઉ પરિવાર દ્વારા હુમલાની ફરિયાદ બાદ મહિલાએ ક્રોસ ફરિયાદ નોંધાવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
લીમડી તાલુકાના નાના કઠેચી ગામે શેરીમાંથી બાઈક સ્પીડ નીકળવા બાબતે બાઈક ચાલક શખ્સ સહિત તેના પરિવારના ચાર સભ્યો દ્વારા માથાકુટ કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે બાદ હવે બાઈક ચાલકના માતા દ્વારા બે મહિલા સહિત કુલ પાચ વિરૂદ્ધ ક્રોસ ફરિયાદ નોંધાવી છે. જેમાં ગુલાબબેન દયારામભાઈ કાંકરિયા દ્વારા જણાવાયું હતું કે તેઓ ગત 10 ઓકટોબરના રોજ ઘરે હતા તેવા સમયે પોતાના ધકરા સંજયને માથાકુટ થઈ હોવાની જાણ થતાં તેઓના પતિ અને અન્ય દીકરા સાથે ગયા હતા
- Advertisement -
જ્યાં હાજર ઘનશ્યામ ગગજીભાઈ ધરજીયા, ગિધાભાઈ ધનજીભાઈ ધરજીયા, રતિલાલ ધનજીભાઈ ધરજીયા, જનકબેન ઘનશ્યામભાઈ ધરજીયા તથા રાધાબેન ભવાનભાઈ ધરજીયા દ્વારા પોતાના દીકરા સંજયને માર મારતા હોવાનું નજરે પાડતાં દીકરાને છોડાવવા માટે જતા માતા પર પણ હુમલો કરી પગના ભાગે ઈજા કરતા દેકારો થવાના લીધે તમામ ઈસમો ત્યાંથી નાશી જઈ ઈજાગ્રસ્ત સંજય અને તેના માતા ગુલાબબેનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી સારવાર પૂર્ણ કર્યા બાદ ગુલાબબેન દ્વારા બે મહિલા સહિત પાંચેય વિરૂદ્ધ લીમડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે