ડિજિટલ ગુજરાત પોર્ટલ 14 નવેમ્બરથી 15 દિવસ માટે ખુલ્લું મુકાયું; ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે રજિસ્ટ્રેશન કરાવવું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
ઓક્ટોબર-2025 માસમાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને થયેલા નુકસાન બદલ રાજ્ય સરકારે જાહેર કરેલું **‘કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-2025’**નો લાભ લેવા માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે કે, આ રાહત પેકેજ હેઠળ લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તા. 14/11/2025 થી 15 દિવસ સુધીમાં અરજી કરવાની રહેશે. ખેડૂતોએ તેમની ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જિલ્લાના તમામ ખેડૂતોને સમયસર અરજી કરવા વિનંતી કરવામાં આવી છે.



