કટોકટી દ્વારા લોકશાહીને ગળેટુંપો આપવાનો પ્રયાસ કર્યો હતો, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અનુસાર રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાની સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સ્વ.ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ દ્વારા તા.25 જુન,1975ના રોજ દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. દુનિયામાં સૌથી મોટી લોકશાહીની તાકાત ધરાવતા આપણા દેશમાં આ કટોકટી દ્વારા લોકશાહીને ગળે ટુંપો આપવાનો પ્રયાસ કર્યો હતો, જેને ‘કાળો દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
- Advertisement -
વર્તમાનમાં કાર્યકર્તાઓને તથા પ્રજાજનોને, યુવા પેઢીને વર્ષ 1975માં કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા લાદવામાં આવેલી કટોકટીની માહિતીથી અવગત થાય તે હેતુથી રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા તા.25.6.20ને શનિવાર, સવારે 10.30 કલાકે, જીલ્લા ભાજપ કાર્યાલય, સ્વામિનારાયણ ગુરુકુળ પાસે, ઢેબર રોડ, રાજકોટ ખાતે સુત્રોચાર દ્વારા વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમના ઇન્ચાર્જ રાજેન્દ્રભાઈ ધારૈયા, સહ-ઇન્ચાર્જ ડો.દીપકભાઈ પીપળીયા છે.