એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલમાં ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા દિલ્હી વિધાનસભાના ચુંટાયેલા ઉમેદવારો અંગે એક અહેવાલ બહાર પાડયો છે. આ અહેવાલમાં જણાવ્યા અનુસાર કુલ ચુંટાયેલા 70 વિધાનસભ્યોમાંથી 31 વિધાનસભ્યો વિરુદ્ધ ગુનાને લગતા કેસ ચાલે છે. રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીના વિજેતા બનેલા 68 ટકા ધારાસભ્યો પર અપરાધિક ગુનાઓ નોંધાયેલા છે ત્યાર પછી ભારતીય જનતા પક્ષના 33 ટકા ઉમેદવારોનો પણ અપરાધિક કેટેગરીમાં સમાવેશ થાય છે. સંખ્યાની દ્વષ્ટીએ જોઇએ તો આમઆદમી પાર્ટીના અપરાધિક ગુના રેકોર્ડ ધરાવતા 15 જયારે ભાજપના કુલ 16 ઉમેદવારો છે. દિલ્હી વિધાનસભા માટે ગત 5 ફેબુ્રઆરીના રોજ મતદાન થયું હતું જયારે 8 ફેબુ્આરીના રોજ ચુંટણી પરિણામો જાહેર થયા હતા જેમાં 22 બેઠકો સાથે સત્તાધારી આમઆદમી પાર્ટીેને કારમી હાર સહન કરવી પડી હતી જયારે ભારતીય જનતા પક્ષને 48 બેઠકો સાથે પ્રચંડ બહુમતિ મળી હતી. આમઆદમી પાર્ટીએ 10 વર્ષ પછી હાર ખમવી પડી જયારે ભાજપે 27 વર્ષ પછી દિલ્હી રાજયમાં સત્તા મેળવી હતી. દિલ્હી વિધાનસભા ચુંટણી -2025 અંગે એડીઆરના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે 24 ટકા જેટલા ધારાસભ્યો પર ગંભીર પ્રકારના આરોપ છે. કેટલાક મામલામાં તો જામીન ના મળે એ પ્રકારના પણ છે જેમાં વધુમાં વધુ પાંચ વર્ષ કે તેનાથી વધુની સજા થઇ શકે છે. ગંભીર પ્રકારના મામલામાં હત્યા, અપહરણ, મહિલાઓ તેમજ બાળકો વિરુધના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.
ગત વિધાનસભા સાથે સરખામણી કરીએ તો વિજેતા ઉમેદવારોમાં 2020માં 61 ટકા પર નાના મોટા ગુનાઓ હતા જેમાં 2025માં ઘટાડો થઇને 44 ટકા થયા છે. ગંભીર પ્રકારના ગુનાની ટકાવારી 2020માં 53 ટકા હતી જે 2025માં ઘટીને 24 ટકા થઇ છે. શિક્ષણની વાત તરીએ તો 45 નવા ચુંટાયેલા ઉમેદવારો ગ્રેજયુએટ અથવા તો તેનાથી આગળની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે. 23 વિજેતા ઉમેદવારો પાસે પોસ્ટ ગ્રેજયુએશનની ડીગ્રી છે અને ડોકટરેટની પદવી ધરાવે છે. 23 જેટલા ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત 5 થી 12 ધોરણ સુધીની ગણાવી છે.