કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા : 1 જાન્યુ. 2024થી 31 મે 2025 દરમિયાન પોલીસની કાર્યવાહી
હની ટ્રેપના 296 આરોપી વિરૂધ્ધ 66 ગુના દાખલ કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બુધવારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. જેમાં 1 જાન્યુઆરી 2024થી તા. 31મી મે 2025 દરમિયાન અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં 582 ગેરકાયદેસર દબાણ દૂર કરાયાં, ગેરકાયદેસર વીજ જોડાણ અંતર્ગત 1861 સામે કાર્યવાહી, 689 રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરનાર 390 સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે. 2487 વ્યાજખોરો વિરૂધ્ધ 1054 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસે 641 લોન મેળા યોજી નાગરિકોને મદદરૂપ થઈ છે. તેમજ હની ટ્રેપના 296 આરોપીઓ વિરૂધ્ધ 66 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી કરવામાં આવી હતી. તે ઉપરાંત રાજ્યમાં GujCTOC હેઠળ પાંચ મહિનામાં મહત્તમ 8 કેસ કરી 77 આરોપીઓ સામે કેસ કરવા આવ્યા છે. રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા માત્ર 15 દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે ઙઈંઝ એનડીપીએસના મહત્તમ 17 કેસ કરવામાં આવ્યા હતા.



