ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
ગઈકાલે સાંજે અમદાવાદ એસીબીએ લાંચનું સફળ છટકું ગોઠવી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી નગર દરવાજા પોલીસ ચોકીના જમાદાર અને ફોજદારને ઝડપી લેવાના પ્રક2ણમાં PSI વિરુદ્ધ પુરાવા ન મળતા માત્ર રાઇટર એવા જમાદાર વિરુદ્ધ જ ગુન્હો નોંધાયો છે, તો એસીબીના હાથે ઝડપાયેલા રાઈટરના એક દિવસના રિમાન્ડ મંજુર થયા છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, મોરબીના વાવડી વિસ્તારમાં એક પ્લોટનો વેચાણ દસ્તાવેજ ખોટી રીતે કરાવ્યો હોવાની અરજીની તપાસના નામે નગર દરવાજા ચોકીના ઙજઈં ના રાઇટર હિતેશ મકવાણાએ અરજીની પતાવટ માટે 3 લાખની માંગણી કરી બાદમાં રૂ. 2.35 લાખના પતાવટ ક2વાનું કહેતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે વાકેફ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યુ હતું, જેમાં PSI ના રાઇટર હિતેશ મકવાણા રૂ.1.30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા એસીબી પોલીસ ટીમે IPS શુકલા અને રાઇટર હિતેશ મકવાણાને મોરબી એસીબી પોલીસ મથકે લઈ ગયા હતા.
- Advertisement -
જો કે, આ કેસમાં IPS વિરુદ્ધ પુરાવા ન મળતા એસીબીએ માત્ર રાઇટર હિતેશ મકવાણા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. લાંચ કેસમાં ઝડપાયેલા રાઇટર હિતેશ મકવાણાને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ સુમાહિતગાર વર્તુળો એવું પણ જણાવી રહ્યા છે કે, ઙજઈં નો મોબાઈલ ફોન FSL માં મોકલી દેવાયો છે.



