સુરેન્દ્રનગર, મૂળી, થાનગઢ, સાયલા તથા લીમડી પોલીસ મથકે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લો ગુન્હાહિત પ્રવૃતિનું હબ બનતું જાય છે અને આ ગુન્હાહિત પ્રવૃતિ કરનારાઓ અસામાજિક તત્વો પર ગામે એટલા ગુન્હા નોંધાયા હોય છતાં હથિયારોના લાયસન્સ મેળવી વધુ ગુન્હાને અંજામ આપે તે પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી તું દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા અને અનેક ગુન્હાઓના સંડોવાયેલ છતાં હથિયાર પરવાનાનું લાયસન્સ મેળવી લેનારા ઇસમોની એસ.ઓ.જી તું દ્વારા તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હત્યા, હત્યાની કોશિસ, ખંડણી, ફરજ રૂકાવટ, મારામારી સહિતના ગંભીર ગુન્હાઓના સંડોવાયેલ ઈસમો દ્વારા મણિપુર અને નાગાલેન્ડથી હથિયાર પરવાનાનું લાયસન્સ મેળવી હાલમાં પોતે હથિયારો રાખે છે જે અંગે એસ.ઓ.જી ટીન દ્વારા આ તમા ઇસમોને હથિયાર અને પરવાના સાથે અટકાવી તપાસ હાથ ધરતા ઈસમો સુરેન્દ્રનગર જિલ્લાના હોવા છતાં મણિપુર અને નાગાલેન્ડથી ઓલ ઈન્ડિયા પરમીટ ધરાવતા હથિયાર પરવાના મેળવી લીધા છે જે અંગે તમામ હથિયારો અને પરવાના જપ્ત કરી 19 ઈસમો પાસેથી 12 નંગ રિવોલ્વર, 5 નંગ પિસ્તોલ, 8 નંગ બાર બોર તથા 216 નંગ જેટલા જીવતા કારતૂસ જપ્ત કરી તમામ વિરુધ સુરેન્દ્રનગર, લીમડી, થાનગઢ, મુળી, સાયલા સહિત પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
ક્યાં પોલીસ મથકે કોની સામે ગુનો નોંધાયો?
(1) ઉમેશ ઉર્ફે બાબુભાઈ ડાયાભાઇ આલ (સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન)
(2) કેવલભાઈ રમેશભાઈ કલોતરા (સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન)
(3) અશોકભાઇ રમેશભાઈ કલોતરા (સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન)
(4) હરિભાઈ ચોથાભાઈ બાંભા (મૂળી)
(5) લખમણ ઉર્ફે બકાભાઈ ચોથાભાઈ બાંભા (મુળી)
(6) હરિભાઈ રાણુભા જોગરાણા (મુળી)
(7) રૂપાભાઈ ખોડાભાઇ જોગરાણા
(લીંબડી)
(8) મયુર લખમણભાઇ સોંડલા
(લીંબડી)
(9) નાથુભાઈ કાળાભાઈ બાંભા (મુળી)
(10) દિગેશભાઈ કરશનભાઈ સભાડ (થાનગઢ)
(11) વરજાગભાઈ હનુભાઈ મિર
(નાની મોલડી)
(12) ભરતભાઈ રમેશભાઈ અલગોતર (થાનગઢ)
(13) રાહુલભાઇ જાગાભાઈ અલગોતર (થાનગઢ)
(14) ગોપાલભાઈ હીરાભાઈ જોગરાણા (સાયલા)
(15) ગભરુ ઉર્ફે મોગલ સગર્ભાઈ સાંબડ (સાયલા)
(16) લિંબાભાઈ ભોટાભાઈ સરૈયા (સાયલા)
(17) રમેશભાઈ કુંવરાભાઈ વરૂ (સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન)



