મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબીના લાતી પ્લોટમાં શેરી નંબર 1 ને 2 વચ્ચે રિદ્ધિ સિદ્ધિ પાન વાળી શેરીમાં પ્રિયદર્શન ઉર્ફે પીપી પૂર્ણશંકર ઠાકર નામનો શખ્સ નાલ ઉઘરાવી પોતાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે જે બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે ગઈકાલે બપોરે દરોડો પાડીને જુગાર રમી રહેલા પ્રિયદર્શન ઉર્ફે પી.પી. પુર્ણશંકર ઠાકર, ભરત તળશીભાઇ સાંદેશા, અક્ષય મગનભાઇ વિઠ્લાપરા, કાળુ ગંગારામભાઇ મોરતરીયા, કાંતીલાલ માવજીભાઇ શેરરીયા, દિનેશ વલ્લભભાઇ રંગપરીયા, રણદીપ હરજીભાઇ કાવઠીયા, જયેશ કેશવજીભાઇ કલોલા, રમજાન ગફુરભાઇ માલાણી અને કપીલ ભગવાનજીભાઇ અધારાને રોકડા રૂ. 2,91,400, 15 મોબાઇલ ફોન (કિં.રૂ. 81 હજાર) તથા 3.30 લાખની કિંમતના ત્રણ વાહન મળી કુલ રૂ. 7,02,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને દસેય આરોપીઓ વિરૂદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો દાખલ કરાવ્યો હતો.
મોરબીના લાતી પ્લોટમાં ઓફિસમાં ધમધમતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા
Follow US
Find US on Social Medias