સૂત્રધારની શોધખોળ : 4.60 લાખનો મુદામાલ કબજે : રાજકોટ-અમદાવાદ-મોરબીના ગુના ડિટેકટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વાહનચોરીના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે જામનગરની બેલડીને 6 ચોરાઉ રિક્ષા અને એક ચોરાઉ બાઇક સાથે દબોચી લઈ 4.60 લાખનો મુદામાલ કબજે કરી રાજકોટ-અમદાવાદ-મોરબી જિલ્લાના વાહન ચોરીના છ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરાઉ છ રીક્ષા અને એક બાઇક સાથે બે આરોપીની ધરપકડ કરી ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયા અને તેની ટિમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીએસઆઇ પરમાર અને ડોડીયાની ટીમના પ્રદીપસિહ જાડેજા સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોક નજીક માલધારી રેસ્ટોરન્ટ પાસે શાળા નંબર 67 પાસેથી આરોપી મેહુલ સોલંકી અને જગમલ પરમારની ધરપકડ કરી તેની પાસેથી 6 ચોરાઉ રીક્ષા અને 1 બાઈક મળી કુલ 4.80 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં ચોરીના ગુનામાં અન્ય એક આરોપી રાહુલ વાઘેલાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.



