ખાસ-ખબર સંવાદદાતા
કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ફાડદંગ ગામના ખેડૂત તથા જમીનની દલાલી કરતા વ્યક્તિનું અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ખેડૂત પાસેથી રૂપિયા પડાવી લેવાનો બનાવ તા. 3-7-2021ના રોજ બનેલ. જે બાબતે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ. રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી પ્રવીણકુમાર (ઝોન 1) તથા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા (ઝોન 2) તથા મદદનીશ પોલીસ કમિશનર ડી. વી. બસીયા ક્રાઈમ દ્વારા ગુન્હાના આરોપીઓ શોધી આવા ગંભીર પ્રકારના ગુન્હા ઉપર અંકુશ મેળવવા સૂચના કરેલ. જે અંતર્ગત ડીસીબી પો.સ્ટે.ના પી. એમ. ધાખડાની ટીમના મયુરભાઈ પટેલ, નગીનભાઈ ડાંગર, સિદ્ધરાજસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે કુવાડવાથી રફાળા ગામ તરફ જતાં રોડ ઉપરથી રફાળા ગામ નજીકથી રોકડ રકમ મુદ્દામાલ સાથે 4 ઈસમોને પકડી આગળની કાર્યવાહી માટે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

- Advertisement -
ગુન્હાની વિગત મુજબ આરોપીઓ શીવરાજ ધીરુભાઈ વાળા તથા ફરિયાદી એક જ ગામના હોય તથા શીવરાજ સાથેના સૌરવ, લાલજી તથા જેનીલ એમ ચારેયએ ફરિયાદીને વાડીએ બોલાવી રીવોલ્વર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જીવતા રહેવું હોય તો પંદર લાખ રૂપિયા આપવા પડશે તેવી માગણી કરી છેલ્લે રૂા. 9 આપવા જ પડશે તેમ કહી રૂા. 3 લાખ 85 હજાર બળજબરીથી કઢાવી લીધા હતાં.
આરોપીઓ શીવરાજ ધીરુભાઈ ભાણાભાઈ વાળા (ઉ.વ.19, રહે. ફાડદંગ), સૌરવ ઉર્ફે એસ.બી. બાબુભાઈ માધાભાઈ હીરાણી (ઉ.વ.21, રહે. હીરાબાગ સુરત મુળ ગામ બગસરા જી. અમરેલી), લાલજી ઉર્ફે આર્મીબોય ગોવિંદભાઈ હીરાભાઈ ટાંક (ઉ.વ.21 રહે. વરાછા સુરત મુળ ગામ મોટા ભાડુકીયા જી. જામનગર) (4) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


