5 ગુનાને અંજામ આપ્યાની કબૂલાત : 67 હજારનો મુદ્ામાલ કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં મંગળવારે માત્ર અર્ધો કલાકમાં જ વેપારી સહિત ત્રણ લોકોને છરીની અણીએ આંતરી લૂંટ ચલાવી નાશી છૂટેલ ત્રિપુટીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ રોકડ, બાઇક સહિતની મતા કબજે કરી વધુ ગુના કોઈ આચર્યા છે કે કેમ તે જાણવા કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
ન્યૂ માયાણીનગરમાં રહેતા અને ઓટો સ્પેર સ્પાર્ટનો વેપાર કરતા કાનજીભાઇ ઠુમ્મર, માનસીંગભાઇ ધોડ અને કેતનભાઇને આંતરી તેની પાસેથી 3 હજારની રોકડની લૂંટ ચલાવી ત્રણ શખ્સો નાસી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ હતી ધોળા દિવસે અર્ધો કલાકમાં ત્રણ લૂંટ ચલાવી ત્રિપુટી હવામાં ગાયબ થઈ જતાં શહેરભરની પોલીસ કામે લાગી હતી દરમિયાન ત્રણ-ત્રણ લૂંટને અંજામ આપનાર ત્રિપુટી કોઠારિયા સોલવન્ટ પાસે હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ ગોંડલિયા અને ટીમે વોચ ગોઠવી ત્રિપુટીને સકંજામાં લઇ નામઠામ પૂછતાં કોઠારીયા સોલ્વંટમાં રહેતો ભરત ઉર્ફે ભરતો પોપટભાઇ, સાધૂ વાસવાણી રોડ ગુરુજીનગર આવાસમાં રહેતો 2મીજ ઉર્ફે બચ્ચો ઇમરાનભાઇ જેસડિયા અને કોઠારીયા સોલ્વંટમાં રહેતો નિલેશ ઉર્ફે ભૂરી ગોપાલભાઇ વાઘેલા હોવાનું જણાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી રોકડ, બાઇક, સોનાની કડી સહિત 66,500નો મુદામાલ કબજે કર્યો છે આ ત્રિપુટીએ સમીર ઉર્ફે સમલો અબ્દુલભાઈ ઠેબા સાથે મળી કુલ 5 લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે સમીરની પણ શોધખોળ હાથ ધરી છે પકડાયેલ ત્રિપુટી પૈકી ભરત અગાઉ 7 ગુનામાં જ્યારે નીલેશ 5 ગુનામાં અને રમીજ એક ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.