એક્ટિવાની ડેકીમાંથી ચોરીના 10 મોબાઈલ અને એક્ટિવા સહિત 1.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
ક્રાઈમ બ્રાન્ચનાં PSI ગરચરની ટીમનાં એભલભાઈ બરાલિયા, મહેશભાઈ ચાવડા તથા હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીનાં આધારે સોલ્વન્ટ ચોકડી પાસે કર્યું હતું પેટ્રોલિંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાને ક્રાઈમ બ્રાન્ચે ડિટેક્ટ કર્યા છે. શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ,ચોરી ચીલ ઝડપ,લુંટ વગેરે અન-ડીટેકટ ગુનાઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ.ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી.પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એ.એસ.ગરચર તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે પોલીસ અધિકારી એભલભાઈ બરાલીયા, મહેશભાઈ ચાવડા તથા હરપાલસિંહ જાડેજાનાને મળેલી હકીકતના આધારે સોલ્વન્ટ ચોકડી પાસે એક શખ્સને કાળા કલરના એક્ટિવા પાસે ઉભો હોય તે એક્ટિવાને પોકેટ કોપમાં સર્ચ કરતા ચોરી થયેલી હોય માલૂમ પડ્યું કે એક્ટિવા ચોરીની છે. સાથે જ એક્ટિવાની તપાસ કરતા ડેકીમાંથી 10 મોબાઈલ પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપી કિશોર 10 મોબાઈલ, એક્ટિવા સહિત 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.