ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ વિજયનગરમાં ગજાનંદ પાર્ક તુલસી હાઈટ્સમાં સુજીતભાઈ છગનભાઈ દેત્રોજાના 302 નંબરના ફ્લેટમાં જુગારનો અખાડો ધમધમતો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડીને ફ્લેટમાં જુગાર રમતા સુજીતભાઇ છગનભાઇ પટેલ, હસમુખભાઇ મોહનભાઇ પટેલ, રહે. નવાગામ તા.જી. મોરબી, ગોરધનભાઇ મોહનભાઇ પટેલ, રહે. મેટોડા ગામ, તા. પડધરી જી. રાજકોટ, કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ રહે. મેટોડા, તા. પડધરી જી. રાજકોટ, શાંતીલાલ દામજીભાઇ પટેલ, રહે. પડધરી જી. રાજકોટ, જીતેશભાઇ બાલુભાઇ પટેલ, રહે. મોરબી-2, શ્રીમદ સોસાયટી અને જયેશભાઇ પરસોતમભાઇ પટેલ, રહે, મોરબી-2, ઉમા ટાઉનશીપ વાળાને રોકડા રૂપિયા 7,13,500 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને તમામ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે જુગારધારા અન્વયે ગુન્હો નોંધાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચનો સપાટો, 7.13 લાખ રોકડ સાથે સાત ઝબ્બે
