ગત જૂન માસમાં રૂ.5 લાખની 3416 બોટલનો જથ્થો ઝડપાતા ત્રણ સામે ગુનો દાખલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢ શહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલ આંબાવાડીના ઓમ શિવ એન્ડ કોલ્ડ્રિંક્સની દુકાન માંથી ગત 9 જુના રોજ મુકેશ ઘનશ્યામ સિંધી પાસેથી આયુર્વેદ નામે વેચાતી નશાકારક બોટલ પકડાઈ હતી તેના નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યાં હતા.ત્યારે એફએસએલ અભિપ્રાય પ્રમાણે ઝડપાયેલ બોટલમાં હાનિકારક કેમિકલ અને ઇથાઈલ આલ્કોહલ ઉમેરવામાં આવ્યું હતું તે વધુ પડતું પીવામાં આવેતો મોત પણ થઇ શકે છે આ રિપોર્ટના આધારે ક્રાઇમ બ્રાન્ચે કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગત તા.9-6-2023માં આંબાવાડી વિસ્તરામાં આવેલ મુકેશ બજાજ નામના વ્યક્તિની દુકાનમાં દરોડા પાડીને નશાકારક બોટલ નંગ 3416 કબ્જે કરી હતી. જેની કી.રૂ.5.09,242નો મુદામાલ કબ્જે કરીને આ અંગે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી કરીને વધુ તપાસ શરુ કરી હતી અને નશાકારક આયુર્વેદિક બોટલના નમૂના એફએસએલમાં આવ્યા હતા ત્યારે તેનો રિપોર્ટ આવતા તેમાં હાનિકારક કેમિકલ, ઇથાઈલ આલ્કોહલનું મિશ્રણ અને આઈસોપ્રોલ હોવાનો રિપોર્ટ આવતા જેના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે.પટેલ અને પીએસઆઇ ડી.કે.ઝાલાએ નશાકારક આયુર્વેદ બોટલનો વેપલો કરનાર મુકેશ ઘનશ્યામ બજાજ સિંધી અને આદિલ દાઉદ મુલ્લાને ઝડપી પાડયા હતા જયારે આ ગુનામાં વધુ એક આરોપી તરીકે ભાવનગરના લખધીર સિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું આમ પોલીસે ત્રણ શખ્સો સામે બી.ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે.અને હજુ કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસ હાથધરી છે.