જૂનાગઢમાં દુશ્મનાવટ ચાલતી હોવાથી સ્વબચાવ માટે હથિયાર રાખ્યું હતું
પાટણથી હથિયાર ખરીદ્યું હોવાની કબૂલાત : રિમાન્ડ મેળવવા તજવીજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે સ્કોર્પિયો કારમાં દેશી પીસ્ટલ લઇ ફરતાં બે શખ્સોને ઝડપી લઈ પૂછતાછ કરતા જૂનાગઢના શખ્સને ત્યાં માથાકૂટ ચાલતી હોવાથી સ્વ બચાવ અર્થે પાટણના સમીથી હથીયાર લાવ્યા હોવાની કબૂલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ગુનેગારો ઉપર કડક કાર્યવાહી શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી કાઇમ ભરત બસીયાએ આપેલી સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમાર તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ પ્રશાંત ચુડાસમા ,મયુરધ્વજસિંહ જાડેજા અને ગોપાલ પાટીલને બાતમી મળી હતી કે સ્કોર્પિયોમાં કારમાં બે શખ્સો હથિઆયર સાથે નીકળવાના છે.
આ બાતમી આધારે સ્ટાફે વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતા અટકાવી તેમાં બેઠેલા બે શખ્સોના નામઠામ પૂછતાં પોતે મૂળ જૂનાગઢના હાલ રાજકોટ સ્વામિનારાયણ ચોકમાં સીટી હાઈટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા અયાન અમીન મુળીયા ઉ.21 અને ગોંડલ રોડ એસટી વર્કશોપ પછી વીર નર્મદ ટાઉનશીપમાં રહેતા દિનેશ ઉર્ફે કાંચો સંજય ટમટા ઉ.26 હોવાનું જણાવતા બંનેને સકંજામાં લઇ જડતી લેતા દેશી પીસ્ટલ મળી આવતા હથિયાર, સ્કોર્પિયો કાર અને મોબાઈલ સહીત કુલ 12.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ જૂનાગઢનો અયાન મૂળિયા તેના મિત્ર દિનેશ ઉર્ફે કાંચો સાથે મળી પાટણના સમીથી હથિયાર લઈ આવ્યો હતો અયાન જૂનાગઢમાં રાયોટીંગ સહિતના ત્રણેક ગુનામાં પકડાઈ ચુક્યો હોય ત્યાં દુશ્મનાવટ ચાલતી હોવાથી આ હથિયાર સ્વબચાવ માટે સાથે રાખતો હોવાનું જાણવા મળ્યું છે કાંચો પણ રાજકોટમાં મારામારી, રાયોટીંગ સહિતના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.



