દીકરીએ પોતાની કારકિર્દી બનાવવા નારી સંરક્ષણ ગૃહમાં રહેવા માટે કરી માગ
યુવતીએ કહ્યું કે, મારે એ યુવાન સાથે નથી રહેવું. મારે મારી કારકિર્દી બનાવી છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ચકચારી લવજેહાદના પ્રકરણમાં યુવતીનો કબજો મેળવવા માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરનાર ક્રિકેટ કોચને લપડાક મળી છે. યુવતીએ હાઈકોર્ટ સમક્ષ કહ્યું હતું કે, મારે એ યુવાન સાથે નથી રહેવું. મારે મારી કારકિર્દી બનાવી છે. આથી કોર્ટે યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં જ રાખવાનો અને ક્રિકેટ કોચ મહેબૂબ બુખારી પાસે યુવતીના જે દસ્તાવેજો છે તે તમામ બે દિવસમાં પરત આપી દેવા માટે પણ હુકમ કર્યો છે.
ભાવનગર પંથકના અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં રહેતા મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરતા મહેબૂબ બુખારી નામના શખ્સે તેમની પુત્રીને લવજેહાદને ફસાવી છે અને તેની સાથે છેલ્લા કેટલાક વર્ષોથી દુષ્કર્મ આચરી રહ્યો છે. યુવતીના માતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ‘મારી પુત્રી 17 વર્ષની હતી ત્યારથી તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવી રહ્યુ છે. આથી મહેબૂબ બુખારી સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.’ ઉલ્લેખનીય છે કે, પોલીસે લાપતા થઈ ગયેલી યુવતીને શોધી કાઢી હતી કે કોર્ટમાં રજૂ કરતા યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો.