લોકો નાણાકીય ‘તનાવ’માં હોવાના સંકેત: બચત ઘટાડા બાદ બીજા એક ચિંતાજનક સમાચાર
ભારતમાં ઉંચા વ્યાજદરના સિનેરીયો વચ્ચે હવે નવરાત્રી, દિપાવલી સહિતના શરુ થઈ રહેલા તહેવારો વચ્ચે ભારતમાં ક્રેડીટ કાર્ડ મારફત થતો ખર્ચ રૂા.1.48 લાખ કરોડ સુધી પહોચતા અર્થશાસ્ત્રીઓ તેને નાણાકીય તનાવની સ્થિતિ તરીકે જોઈ રહ્યા છે.
- Advertisement -
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના આંકડા મુજબ ભારતમાં ઘટતી બચત અને વધતા ક્રેડીટ કાર્ડ ખર્ચ એ લોકોનો હાથ ખૂબ જ તંગ હોવાની નિશાની છે અને બેન્કો જે આ ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કર્યા છે તેઓને તહેવારો પછી સંભવીત ક્રેડીટ કાર્ડ ડિફોલ્ટરની સંખ્યા ઉંચી હશે તેવો પણ ભય છે. બેન્કોએ તેના માર્જીનને જાળવવા માટે ઉંચા થાપણદર સામે પર્સનલ લોન પોર્ટફોલિયો વધારીને નફો જળવાઈ રહે તે નિશ્ચીત કરવા પ્રયાસ કર્યો છે પણ જુલાઈમાં ક્રેડીટ કાર્ડ ખર્ચ જે રૂા.1.45 લાખ કરોડ હતો તે હવે રૂા.1.48 લાખ કરોડ નોંધાયો છે.
એલ એન્ડ ટી ફાયનાન્સના ચીફ ઈકોનોમીસ્ટ રૂપા રેગે નિત્સુરે કહે છે કે ક્રેડીટ કાર્ડ ખર્ચ વધવાનું એ દર્શાવે છે કે લોકો ઉધાર લઈને ખર્ચ કરી રહ્યા છે અને ક્રેડીટ કાર્ડ એ અનસિકયોર્ડ ટુંકાગાળાની લોન છે તેથી તેમાં ડિફોલ્ટનો ખતરો છે. કોરોના પછી બેન્કોએ તેના ધિરાણનો દર વધારવાનો પ્રયાસ કર્યો પણ સાથોસાથ ફુગાવો વધતા રીઝર્વ બેન્કે વ્યાજદર વધારતા જ ક્રેડીટ કાર્ડ વ્યાજદર આસમાને પહોંચ્યા છે.