ફેબ્રુઆરીમાં ખર્ચ ઘટવાનું કારણ મહિનાના 28 દિવસ: ક્રેડીટ કાર્ડનાં નવા ગ્રાહકો પણ ઘટયા
ખાસ-ખબર સંવાદદાતા
ફેબ્રુઆરીમાં ભારતમાં ક્રેડીટ કાર્ડથી કરવામાં આવતો ખર્ચ લગભગ 8 ટકા ઘટયો છે. માસીક આધાર પર ફેબ્રુઆરીમાં કરવામાં આવેલો ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાથી જોકે ઉપર રહ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કના આંકડા મુજબ સતત 12માં મહિનામાં ક્રેડીટ કાર્ડથી કરવામાં આવતો ખર્ચ 1 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. ફેબ્રુઆરીમાં ક્રેડીટ કાર્ડથી કરવામાં આવતો ખર્ચ જાન્યુઆરીની તુલનામાં ઘટયો છે. જાન્યુઆરીમાં ક્રેડીટ કાર્ડથી ભારતમાં 1.28 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જયારે ફેબ્રુઆરીમાં આ રકમ ઘટીને 1.19 લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે. જોકે ફેબ્રુઆરી 2022ની તુલનામાં ફેબ્રુઆરી 2023માં ક્રેડીટ કાર્ડથી કરવામાં આવતો ખર્ચ 37 ટકા ઘટયો છે. નવા કાર્ડની સંખ્યા પણ ઓછી રહી: ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ હોય છે.ક્રેડીટ કાર્ડથી થતાં ખર્ચનાં ઘટાડા માટે આ પણ એક કારણ હોય શકે છે.માર્ચમાં ક્રેડીટ કાર્ડથી થતો ખર્ચ વધી શકે છે.કારણ કે ખર્ચમાં 31 દિવસ હોય છે.
આંકડા અનુસાર ફેબ્રુઆરીમાં ક્રેડીટ કાર્ડનાં નવા ગ્રાહકોની સંખ્યા 9 લાખ રહી હતી. જાન્યુઆરીમાં લગભગ 13 લાખ ગ્રાહકોએ ક્રેડીટ કાર્ડ બનાવ્યા હતા.