ગુજરાત ક્રેડાઇ ચેરમેન તરીકે પરેશ ગજેરા, વાઈસ પ્રેસિડૅન્ટ-દીલીપ લાડાણી અને જોઈન્ટ સેક્રેટરી ધ્રુવિક પટેલની સર્વાનુમતે વરણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ’ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમની યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કોન્ફેડરેશન ઓફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ( CREDAI) ગુજરાતની સામાન્ય સભામાં રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાને ગુજરાત બિલ્ડર્સ એસોસિએશનના ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા છે. આ ઉપરાંત, દિલીપભાઈ લાડાણીની વાઇસ પ્રેસિડેન્ટ અને ધ્રુવિક પટેલની જોઈન્ટ સેક્રેટરી તરીકે વર્ષ 2025-27 માટે પસંદગી કરવામાં આવી છે.
તારીખ 7 ઓગસ્ટ, 2025 ના રોજ અમદાવાદના ઝેડ લક્ઝરી બેન્ક્વેટ ખાતે ’ચેન્જ ઓફ ગાર્ડ’ સેરેમની યોજાઈ હતી. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અગ્રણી જીતુભાઈ વાઘાણી, અને CREDAI નેશનલના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પરેશભાઈ ગજેરા સહિત તમામ નવનિયુક્ત હોદ્દેદારોનો તાજપોશી કરવામાં આવી હતી.
CREDAI ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે તેજસ દોશી (અમદાવાદ), માનદ મંત્રી તરીકે વિરલ શાહ (અમદાવાદ), અને ઉપપ્રમુખ તરીકે દિલીપ લાડાણી (રાજકોટ) સહિત અન્ય મહાનુભાવોની નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને ‘મેક ઈન ઈન્ડિયા’, ગ્રીન કવર, વરસાદી પાણીનો સંગ્રહ અને ગટરના પાણીને ટ્રીટ કરીને ફરી ઉપયોગમાં લેવા જેવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૂચનો કર્યા હતા. તેમણે જમીનોના વધતા ભાવ અને કાયદેસર માલિકોને થતી હેરાનગતિના મુદ્દાઓ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
પરેશભાઈ ગજેરાના ચેરમેન બનવાથી સૌરાષ્ટ્ર અને રાજ્યના બિલ્ડરોના પ્રશ્ર્નો હલ કરવાની તેમની પ્રાથમિકતા રહેશે. દિલીપભાઈ લાડાણી અને ધ્રુવિક તળાવિયાએ આશા વ્યક્ત કરી છે કે આ નવી ટીમ રાજકોટના બિલ્ડરોના પ્રશ્નોનું વહેલી તકે નિવારણ લાવશે.