ગણેશજીની મૂર્તિ સર્જન સાથે પર્યાવરણનું જતન કરતા ભાવનાબેન
ગોબરમાંથી 2000 હજાર મૂર્તિ બનાવી
- Advertisement -
ગણપતિની સેવા સાથે ગૌસેવાનો મોકો: કોયલીના મહિલા દ્વારા અન્ય બહેનો આત્મનિર્ભર બને તે દિશામાં પહેલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વંથલી તાલુકાના કોયલી ગામના ભાવનાબેન ત્રાંબડીયાએ પવિત્ર ગાયના ગોબરમાંથી ગણેશજીની મૂર્તિનું સર્જન કરીને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ આપ્યો છે જેમાં ગણેશજીની સેવા સાથે ગૌસેવાના કરવાનો અનેરો મોકો આપ્યો છે.આગામી દિવસોમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ થઇ ગઈ છે અને દુંદાળા દેવના ઉત્સવ લોકો ધામધૂમથી ઉજવે છે તેને ધ્યાને લઈને ભાવનાબેને બે હજાર ગણપતિની મૂર્તિ બનાવી છે તેમાં ગમ સાથે તુલસીના માંજર નાખવામાં આવ્યા છે ત્યારે મૂર્તિ વિર્સજન થયા બાદ ઘરના કુંડામાં પાણી પધરાવાથી તેમાંથી તુલસીના છોડનું સર્જન થશે આમ ભાવનાબેને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી પર્યાવરણ બચાવોનો અનોખો પ્રયાસ કર્યો છે. કોયલીના ભાવનાબેન છેલ્લા ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે ગાયના છાણ માંથી અનેક ચીજ વસ્તુ બનાવીને અન્ય બેહનો પણ આત્મનિર્ભર બને તે દિશામાં પહેલ કરી છે અનેક ધાર્મિક તહેવાર પ્રમાણે કંઈક ને કંઈક ગાયના છાણ માંથી ચીજ વસ્તુ બનાવી ગૌસેવા સેવા સાથે પર્યાવરણનું જતન થાય તેવા હર હંમેશ પ્રયાસો કરી રહ્યા છે આજે જયારે પ્લાસ્ટિક ની પીઓપી ની મૂર્તિનું ખુબ વેંચાણ થઈ રહ્યું છે અને એ પીઓપી ની મૂર્તિ જયારે નદી અથવા ડેમમાં પધરાવે છે ત્યારે પાણી પ્રદુષિત બને છે તેના લીધે પર્યાવરણને ભારે નુકશાન પોહચેછે ત્યારે આજના સમયમાં પર્યાવરણ બચાવવામાટે સમગ્ર દુનિયા ઝઝુમી રહી છે એવા સમયે ગાયના ગોબર માંથી 2000 હજાર મૂર્તિ બનાવીને લોકોના ઘર સુધી પોહચી ગઈ છે. ભાવનાબેન ત્રાંબડીયા દ્વારા બનાવામાં આવેલ બે હજાર મૂર્તિ બનાવામાં અન્ય બેહનો તેનો સાથ આપી રહ્યા છે જેમાં આ ગાયના છાણ માંથી મૂર્તિના સર્જન સાથે અન્ય બેહનો પણ આત્મનિર્ભર બને તેવા ઉમદા પ્રયાસથી આજે 50 જેટલી બેહનોને ઘરે બેઠા આત્મનિર્ભર બનાવના સંકલ્પ સાથે કામધેનુ ઓર્ગેનિક મોલ ઝાંઝરડા રોડ પર આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટ પાસે બનાવેલ છે અને ગોબર માંથી બનાવેલ મૂર્તિની માંગ વધી છે 2000 હજાર જેટલી મૂર્તિ બનાવીને તેનું વેંચાણ જૂનાગઢ સહીત ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા સહીત મહારાષ્ટ્ર પણ મૂર્તિ ની માંગ વધી છે જયારે પ્રાકૃતિક વસ્તુ માંથી બનાવેલ વસ્તુ થી ભાવનાબેન ત્રાંબડીયાને અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડ મળી ગયા છે અને તાજેતરમાં રાજ્યપાલ હસ્તે વધુ એક એવોર્ડ મેળવી ચુક્યા છે.
- Advertisement -
ગણેશજીની મૂર્તિ વિસર્જન બાદ તુલસી છોડ કેવી રીતે ઉગશે ?
દેશ ભરમાં દુંદાળા દેવાનો તેહવાર ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેછે આ ઉજવણીમાં પર્યાવરણનું જતન ભૂલી જવાય છે અને પ્લાસ્ટિકમાંથી બનેલી પીઓપીની મૂર્તિ વધુમાં વધુ ઉપયોગ થાય છે આજના આ ગ્લોબલ વોર્મિંગ સમયમાં પર્યાવરણના જતન સાથે એક અદભુત ગણેશજીની મૂર્તિનું સર્જન કર્યું છે જેમાં પવિત્ર ગાયના છાણમાં તુલસીના માંજર નાખવામાં આવ્યા છે ત્યારે આ મૂર્તિને તમારા ઘરમાં સ્થાપના કર્યા બાદ જયારે ઘરના પાણીના કોઈપણ વસ્તુમાં વિસર્જન કર્યા બાદ તે ગોબર વાળું પાણી જયારે તમારા કુંડામાં જશે ત્યારે ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગ થશે અને તેમાં નાખેલ તુલસીના બીજ માંથી તુલસીના છોડનું નિર્માણ થશે આમ ગાયના ગોબરમાંથી બનાવેલ મૂર્તિથી ઓર્ગેનિક ખાતર સાથે તુલસીના છોડ ઉગશે.