-એક સમયનું આધ્યાત્મિક, ધાર્મિક, પ્રવાસન શહેર હવે રાહત છાવણીઓનું નગર
-181 ભવનોમાં જોખમીની લાલ-ચોકડી લાગી: સખ્ત ઠંડીથી રાહત: છાવણીમાં પણ મુશ્કેલી વધી
- Advertisement -
ઉતરાખંડ જોશીમઠમાં જમીન ધસી પડવાની તથા ઈમારતો અને વિશાળ બાંધકામોમાં તિરાડ પડવાની ઘટનાઓમાં સ્થિતિ વધુ ગંભીર બનતી જાય છે અને હવે હાલમાં જ બંધાયેલા નવા 14 ભવનોમાં તિરાડ પડવા લાગતા જ અહી વસતા લોકોને તાત્કાલીક દૂર ખસેડી તેના આ ઈમારતો પર પણ લાલ રંગની ચોકડી લગાવી દેવાઈ છે અને હવે તેમાં જો તિરાડ આગળ વધશે તો તે તોડી પાડવામાં આવશે.
જોશીમઠમાં અત્યાર સુધીમાં 181 ઈમારતોને અસુરક્ષિત જાહેર કરીને તે ખાલી કરાવાઈ છે. જયારે પહાડી પરની હોટેલો તથા રીસોર્ટ તો તૂટી પડવાની સ્થિતિમાં આવતા જે તેને તોડી પાડવામાં આવી છે. રાજય સરકારે અત્યાર સુધીમાં જોશીમઠના સુરક્ષિત ગણાતા ક્ષેત્રોમાં 89 સ્થળોએ 650 ટેન્ટ સીટી ઉભા કરીને ત્યાં અસરગ્રસ્ત પરિવારોને રાખવામાં આવ્યા છે.
- Advertisement -
ઉપરાંત 20 ભવનોના 401 રૂમોની અસરગ્રસ્તોને કામચલાવ રાખવા માટે ખાલી કરાવાયા છે અને પ્રભાવિત લોકોને રોજના ખર્ચ માટે નાણા પણ ચૂકવાયા છે જેમાં કુલ 347 લાખ રૂપિયા અત્યાર સુધીમાં ચુકવવામાં આવ્યા છે. સરકારની સૌથી મોટી ચિંતા એપ્રિલથી શરૂ થનારી ચાર ધામ યાત્રા છે જે માટે બદરીનાથ રાજમાર્ગ અને મારવાડી હેલંગ બાઈપાસ કેટલો સુરક્ષિત છે તેનો સર્વે ભુસ્તરશાસ્ત્રીઓ મારફત કરાવવામાં આવી રહ્યો છે.
બાદમાં અન્ય માર્ગોની પણ તલાશી લેવાશે. રાજય તથા કેન્દ્રની કુલ આઠ ભૂસ્તરીય સંસ્થાઓની ટીમો હાલ જોશીમઠમાં પડાવ નાખીને બેઠી છે તથા એક એક ક્ષેત્રમાં એરીયામાં સતત ભૂસ્ખલન તથા પાણીના પ્રવાહની સ્થિતિ પર નજર રાખે છે. અહી રાહત શિબિરોમાં સ્થિતિ કફોડી છે. ભારે હિમવર્ષા ઠંડીથી બચવા માટે શિબિરમાં હીટર લગાવાયા છે.