3 ગેરકાયદે સ્ટોલ પરથી 20 લાખના ફટાકડા જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો પર પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા તવાઈ બોલાવી છે દરોડા દરમિયાન કુલ 20 લાખ રૂપિયાના ફટાકડા જપ્ત કરાયા હતા.
રાજ્યમાં દિવાળીની સીઝન નજીક આવતા ઠેર ઠેર ગેરકાયદેસર લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ ઊભા કરી કોઈપણ જાતનો સેફ્ટી રાખ્યા વગર ફટાકડાના વેચાણ થયા નજરે પડે છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં પણ ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ ધારકો દ્વારા પોતાની હાટડીઓ શરૂ કરી દીધી હતી પરંતુ આ વખતે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ પર દરોડા કરી મુદામાલ જેટ કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં આગાઉ પણ ગત તા: 1 ઓક્ટોમ્બરના રોજ રાજકમલ ચોક નજીક આવેલી ફટાકડાના ગેરકાયદે સ્ટોલ પર દરોડો કરી ફટાકડા અને દુકાન સીલ કરવામાં આવી હરિ જે બાદ ફરથી પ્રાંત અધિકારી, મામલતદાર, રેવન્યુ સ્ટાફ સહિતની ટીમ સાથે ધ્રાંગધ્રા શહેરના ફટાકડાના સ્ટોલ પર તપાસ હાથ ધરી શહેરી વિસ્તારમાંથી કુલ ત્રણ ફટાકડાના ગેરકાયદે સ્ટોલ પરથી 20 લાખ રૂપિયાના ફટાકડા અને એક દુકાન તથા એક ગોડાઉન માફક ઉપયોગ થતા ઘરને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી જ્યારે પ્રાંત અધિકારી દ્વારા ફટાકડા ધારકો પર તવાઈ બોલાવતા એની ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલ ટપોટપ બંધ થવા લાગ્યા હતા.



