લાલપર પાસેની હોટલમાં પાટીલની ભાજપનાં હોદ્દેદારો સાથે ગુપ્ત બેઠક: રાજકીય માહોલ ગરમાયો
ખાસ-ખબર સંવાદદાતા
હાલ વિધાનસભા ચુંટણીનો માહોલ જામી ચુક્યો છે અને મોરબી જિલ્લામાં આવતી ત્રણ બેઠક જીતવા ભાજપ કોંગ્રેસના આગેવાનો તાબડતોબ રેલીઓ કરી રહ્યા છે તો કાર્યકરો અને આગેવાનો સાથે મીટીંગ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે બપોરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અચાનક મોરબી આવી પહોંચ્યા હતા અને લાલપર પાસેની એક હોટલમાં સાંસદ વિનોદ ચાવડા, મોહન કુંડારિયા તેમજ ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહીતના આગેવાનો સાથે પાટીલે ગુપ્ત બેઠક કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
- Advertisement -
કોઈ પણ પ્રકારની ઓફિસિયલ જાહેરાત વગર અચાનક જ સી આર પાટીલની મોરબી મુલાકાતથી અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.
ખાસ કરીને મોરબી માળીયા બેઠક પર સ્થિતિ જાણવા તેમજ કથિત રીતે ચાલતા જૂથ બંધીના વધતા સમાચાર વચ્ચે મોરબી બેઠક ગુમાવવી ન પડે તે માટે આગેવાનોને સમજાવટ માટે આવ્યા હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.