કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવારના વિધાનોથી સર્જાયેલો વિવાદ અનેક બેઠકો પર ફેલાતા ચિંતા વધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
- Advertisement -
આજે સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે રાજકોટમાં જે રીતે ક્ષત્રીય સમાજ અંગે પક્ષના ઉમેદવાર તથા કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાએ જે અપમાનજનક ઉચ્ચારણો કર્યા તેમાં જે રીતે સૌરાષ્ટ્રભરમાં અને છેક દાંતા સુધી વિરોધ પ્રદર્શન થયા છે.
ખાસ કરીને ભાજપે એક પણ બેઠકમાં સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજને ટિકીટ આપી નથી તેથી ભાવનગર-સુરેન્દ્રનગર અને રાજકોટ સહિતની બેઠકો પર ડેમેજ થવાનો ભય છે તેની સામે હવે સી.આર.પાટીલ આ સમુદાયને શાંત પાડવા કોશીશ કરશે.સૂત્રોના જણાવ્યા મુજબ શ્રી રૂપાલાએ માફી-દિલગીરી સહિતના તમામ ઉપાયો કર્યા પણ તેમાં હજુ કોઈ સફળતા મળી નથી તે સમયે સૌરાષ્ટ્ર ભાજપના મીડીયા વર્કશોપ અને રાજકોટ શહેર જીલ્લાના તમામ બુથ ઈન્ચાર્જ કાર્યકર્તાની બેઠક બાદ શ્રી પાટીલ પત્રકારને પણ સંબોધનાર છે અને તેમાં હવે ક્ષત્રિય સમાજને પ્રત્યે તેઓના ડેમેજ કંટ્રોલ અંગે કોઈ સંકેત આપશે.
આ માટે રાજકોટ સહિતના ભાજપના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને એક બેઠકનું આયોજન કરવા પણ જણાવાયું હોય તેવી ચર્ચા છે. જો કે અગાઉ રૂપાલાએ આ પક્ષનો મુદો નહી હોવાની સ્પષ્ટતા કરી હતી અને તેઓ અંગત રીતે આ વિવાદમાં ક્ષત્રિય સમાજ સાથે સુમેળ સાધી લેશે.