જેલના કુલ 332 બંદિવાન પુરૂષો તથા મહિલાઓનું મેડીકલ ચેકઅપ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો તેમજ જેલના બંદિવાનોની શારિરીક સમસ્યાઓ તેમજ બિમારી સંબંધે યોગ્ય તબીબી સારવાર મળી રહે અને અગમચેતીના ભાગરૂપે તબીબી ચકાસણી થઈ શકે તેમજ સમયસર સારવાર મળી રહે તે માટે અધિકારી/કર્મચારીઓ માટે ઈઙછ તાલીમનું આયોજન તેમજ બંદિવાનો માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જે અન્વયે આજ તા.30/05/2025ના રોજ અત્રેની લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે નવી સિવિલ હોસ્પિટલ સુરતના નિષ્ણાંત તબીબીઓ તેમજ તેમની ટીમ દ્વારા જેલ ખાતે ફરજ બજાવતા તમામ અધિ./કર્મચારીઓને ઈઙછ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેના વિવિધ રોગના નિષ્ણાંત તજજ્ઞો જેવા કે, ઓર્થોપેડીક, ઇ.એન.ટી, પીડીયાટ્રીક, સર્જરી, એનેસ્થેસિયા, સ્કીન, મેડીસીન, ઓ એન્ડ જી, ઓપ્થેલ જેવા વિવિધ રોગના નિષ્ણાંત ડોકટર અને તેમની ટીમ દ્વારા જેલના પુરૂષો તથા મહિલા બંદીવાનો તથા મહિલા બંદીવાન સાથે રહેતા નાના બાળકોનું વ્યાપક તબીબી ચેકઅપ કરવામાં આવ્યું છે.
મેડીકલ કેમ્પમાં અત્રેની જેલના કુલ-332 બંદિવાન પુરૂષો તથા મહિલાઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેમજ તજજ્ઞોના અભિપ્રાય મુજબની ગંભીર બીમારી ધરાવતા બંદીવાનોને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે મોકલવામાં આવે છે. તેમજ અત્રેની જેલના અધિકારી/કર્મચારીઓ તેમજ જેલના મેડીકલ ઓફીસરશ્રીનાઓ હાજર રહી મેડીકલ કેમ્પને સફળ બનાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા જેલના બંદીવાનો અને સ્ટાફના આરોગ્યની સુખાકારી માટે નોંધપાત્ર પગલું લેવામાં આવ્યું છે.