જુદા-જુદા DCPની ચાર ટીમમાં 450 કર્મચારીઓએ ભાગ લીધો
ટ્રેક એન્ડ ફિલ્ડ, ઇવેન્ટ અને ઇન્ડોર ગેમની 4 ઇવેન્ટ: 18 તારીખે થશે સમાપન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ વચ્ચે સદભાવના કેળવાઈ તેમજ ફિટનેસ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ હેડ ક્વાટર ખાતે પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા ચોથા વાર્ષિક રમતોત્સવનો સવારે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો આ તકે સીપીએ જણાવ્યું હતું કે ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન 1, ડીસીપી ઝોન 2 અને ડીસીપી પોલીસ હેડ ક્વાટર આમ કુલ 4 ટીમો બનાવવામાં આવી છે જેમાં 450 જેટલા મહિલા,પુરુષ પોલીસ કર્મીઓ ભાગ લઈ રહ્યા છે ટ્રેક એન્ડ ફિલ્ડ, ઇવેંટ અને ઇન્ડોર ગેમની 4 ઇવેંટ યોજવામાં આવશે આજથી શરૂ થયેલ રમતોત્સવનું 18 તારીખે સમાપન થશે.
આ તકે સીપી ઝાએ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે પોલીસની નોકરીમાં સતત વ્યસ્ત રહેતા હોવા છતાં મોટી સનાંખ્યામાં જવાનોએ ભાગ લીધો છે જે સારી બાબત છે પોલીસમાં શારીરિક ફિટનેસ અને શિસ્ત ભાવના જળવાઈ રહે તેમજ પરિવારની ભાવના કેળવાઈ તે હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે હારજીતની ચિંતા કર્યા વગર સ્પર્ધામાં ખેલાડીઓ રમતગમતમાં ધ્યાન આપે તે જરૂરી છે રાજકોટ પોલીસે ડીજીપી કપમાં પણ સારું પરફોર્મન્સ આપી વિવિધ સ્પર્ધામાં વિજેતા બની રાજકોટ પોલીસનું નામ રોશન કર્યું છે પ્રથમ દિવસે પ્રથમ ટુર્નામેંટ રસ્સાખેચની યોજાઇ હતી જેમાં ડીસીપી ક્રાઇમની ટીમ ડીસીપી ઝોન1 સામે વિજેતા જાહેર થઈ હતી આજે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કબબડી, વોલીબોલ સહિતની સ્પર્ધા યોજાઇ હતી આ તકે સીપી સાથે એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી પઠાણ તેમજ વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઈ, સ્ટાફ સહિતનાઓ હાજર રહ્યા હતા.