ચીન PLAના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કરતાં નિઃશસ્ત્ર ભારતીય ગોવાળિયાઓએ હિંમત બતાવી અને સશસ્ત્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી
લેહ-લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના નાપાક ઈરાદાઓ ફરી એક વખત સામે આવ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર નિઃશસ્ત્ર ભારતીય ગોવાળિયાઓએ હિંમત બતાવી અને સશસ્ત્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી. ભારતીય ગોવાળિયાઓએ પણ ચીની સેનાના બખ્તરબંધ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ચીની સેનાના સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચેની અથડામણનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હોય. આ પહેલા પણ ચીન દ્વારા લદ્દાખ ક્ષેત્રમાં આવી ગતિવિધિઓ કરવામાં આવી ચુકી છે.
- Advertisement -
પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની સૈનિકોની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ગોવાળિયાઓને ચીની સૈનિકોએ પશુઓને ગોચરમાં લઈ જતા અટકાવ્યા હતા. આ પછી ચીની સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. થોડી જ વારમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. અહીં તમને જણાવી દઈએ કે ચીની સૈનિકો સશસ્ત્ર હતા, જ્યારે ભારતના સ્થાનિક ગોવાળિયાઓનિઃશસ્ત્ર હતા. છતાં પણ સ્થાનિક પશુપાલકોએ પીએલએના પગલાનો વિરોધ કરવાથી પીછેહઠ કરી ન હતી. ચુશુલ કાઉન્સેલર કોન્ચોક સ્ટેનજિને બંને પક્ષો વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં ચીની સૈનિકો ગોવાળિયાઓને રોકતા જોવા મળે છે અને ગોવાળિયાઓ તેમની સાથે દલીલ કરી રહ્યા છે. તે જગ્યાએથી પાછા ફરવાનો ઇનકાર કરી રહ્યા છે.
Brave Nomad of Ladakh Changpa (Northerner) Tribe Confront with PLA at Changthang, eastern Ladakh near Dumchele. Changpa fighting with its handmade rope wipe (Stone thrower) #India #China #Ladakh pic.twitter.com/uzHjlA61Z3
— sorig ladakhspa (ソナム・リグゼン・ラダクパ) (@sorigzinam) January 30, 2024
- Advertisement -
મામલો જાન્યુઆરીના પહેલા અઠવાડિયાનો
સૂત્રો અનુસાર પશુઓને ગોચરમાં લઈ જવાને લઈને ચીની સૈનિકો અને સ્થાનિક ભગોવાળિયાઓ વચ્ચેના વિવાદનો આ વીડિયો જાન્યુઆરીના પહેલા અઠવાડિયાનો છે. ગ્રામીણોએ ચીની સૈનિકો સાથે ઘણી દલીલ કરી અને ચીની સૈનિકોના વાહન પર પથ્થરમારો પણ કર્યો. વીડિયોમાં ચીની સૈનિકો સમગ્ર ઘટનાને રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ પશુપાલકોને પણ પાછા જવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં ચીની સૈનિકોના બખ્તરબંધ વાહનો પણ જોઈ શકાય છે.
આર્મી ચીફે શું કહ્યું ?
લદ્દાખમાં LAC પર ચીની સૈનિકો અને સ્થાનિક ગોવાળિયાઓ વચ્ચેની અથડામણનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ થોડા અઠવાડિયા પહેલા ત્યાંની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સ્થિર છે પરંતુ સંવેદનશીલ છે. તમને જણાવી દઈએ કે, ઉચ્ચ પર્વતીય વિસ્તાર ડોકલામમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટનાઓ પણ સામે આવી છે. આને લઈને ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા હતા.