મેંદરડામાં જુના પાણીના ટાંકા પાસે વોકળામાં બળદ પડી જતાં સ્થાનિક ગૌસેવા સમિતિને માહિતી મળતા એક નિરાધાર બળદ ઊંડા વોંકળામાં પડી ગયેલ છે ત્યારે યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ તેમજ કાન્હા ગૌસેવા સમિતિ તેમજ શ્રીનાથજી ગૌશાળા માનપુર ટીમ દ્વારા તાત્કાલિક બળદને રેસ્ક્યું કરી ક્રેનથી બહાર કાઢી માનપુર ગૌશાળામાં માં સારવાર આપવામાં આવી હતી અને બળદને નવજીવન આપેલ જેને લય સેવાકીય કાર્યન નોંધ મેંદરડા તાલુકામાં માંથી સર્વ ગૌ પ્રેમી દ્વારા સેવામાં જોડાયેલ તમામ લોકોને અભિનંદન વર્ષા થઈ હતી.
મેંદરડામાં ઘણા સમયથી આ વોંકળો ખુલ્લો છે જેથી અનેક વખત આસપાના લોકો દ્વારા તંત્રને પેક કરવા રજુવાત કરવામાં આવી છતાં માત્ર આશ્વસન આપીને સંતોષ માની લેવામાં આવે છે ચૂંટણી વખતે રાજકારણી લોકો આવીને માત્ર આશ્વાસન આપે છે જીત્યા પછી જેસે થે વેસે કોઈ ધ્યાન દેવામાં આવતું નથી લોકોના મુખે સાંભળવામાં આવ્યું હતું કે આ ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ છે છતાં પણ કામ હજુ ચાલુ કરવામાં આવ્યો નથી.