ડ્રગ્સ ક્ધટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ મંગળવારે સીરમ ઈન્સ્ટીટયુટની કોરોના વેકસીન કોવોવેકસીને કેટલીક શરતો સાથે 7થી11 વર્ષના બાળકોને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે. આ પહેલા ગત સપ્તાહે સબ્જેકટ એકસપર્ટ કમીટીએ 7થી11 વર્ષની વયના વર્ગ માટે કોવોવેકસને ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે ભલામણ કરી હતી.
સીરમ ઈન્સ્ટીટયુટે 16 માર્ચે આવેદન કરેલું. ગત મહિને એકસપર્ટ કમીટીએ કંપની પાસેથી કેટલાક ડેટા માંગ્યા હતા. શરૂઆતમાં સીરમે બે થી 7 વર્ષના બાળકો વેકસીન માટે મંજુરી માંગી હતી, પણ સમીતીએ મંજુરી આપી ન હતી.