દેશમાં હાલ કોરોનાનાં 4,59,920 એક્ટિવ કેસ
કોરોના વાયરસના કેસ ફરીવાર વધ્યા, 24 કલાકમાં 43733 કેસ નોંધાયા, 930 દર્દીઓએ જીવ ગુમાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં કોરોના સંક્રમણનો કહેર ભલે ઓછો થયો હોય પરંતુ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ઉતાર-ચઢાવ જોવા મળી રહૃાો છે. સોમવારના 24 કલાકમાં કોરોના કેસોની સંખ્યા 43 હજારથી વધુ નોંધાઈ છે. આ ઉપરાંત જીવ ગુમાવનાર દર્દીઓની સંખ્યા પણ એક દિવસમાં 900થી વધારે નોંધાઈ છે. બીજી તરફ, રાહતની બાબત એ છે કે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને હવે 4,59,920 થઈ ગયા છે. આ ઉપરાંત કોવિડ રિકવરી રેટમાં પણ સુધારો થતા તે 97.18 ટકા થઈ ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,733 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ ઉપરાંત કોવિડ-19ના કારણે 930 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,06,63,665 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 36,13,23,548 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 43,733 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 930 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,06,63,665 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 36,13,23,548 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
- Advertisement -
નોંધનીય છે કે, કોવિડ-19 મહામારી સામે લડીને 2 કરોડ 97 લાખ 99 હજાર 534 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 47,240 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,59,920 એક્ટિવ કેસ છે.
બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,04,211 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર) નોંધનીય છે કે, કોવિડ-19 મહામારી સામે લડીને 2 કરોડ 97 લાખ 99 હજાર 534 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 47,240 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 4,59,920 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,04,211 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 6 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 42,33,32,097 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના 24 કલાકમાં 19,07,216 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.