ખેત મજૂરી કામ કરતી 17 વર્ષની સગીરાની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડાઇ જ્યાં ઘટના બહાર આવી
રાજકોટ નજીક વાડીમાં પરિવાર સાથે ખેત મજૂરી કામ કરતી 17 વર્ષની સગીરાની તબીયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. તબીબી તપાસમાં સગીરા સગર્ભા હોય તેને પ્રસૂતાની પીડા થતી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં સગીરાએ બાળકને જન્મ આપતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. બાદમાં પરિવારે કુવાડવા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ જાણવા મળ્યું હતું કે, સગીરાએ બાળકને જન્મ આપ્યો તે તેના પિતરાઈ ભાઈનું હોવાનું ખુલ્યું હતું. મહીસાગરના ગાડીયા ગામે રહેતા સગીરાના પિતરાઈ ભાઈએ લગ્નની લાલચે અવારનવાર તેના ઘરે આવી દુષ્કર્મ આચર્યું હતું. આથી પોલીસે સગીરાના પિતરાઈ ભાઈ વિરૂદ્ધ ગુનો નોધી મહીસાગર પોલીસને જાણ કરી હતી.
- Advertisement -
રાજકોટના કુવાડવા રોડ નજીક સીમમાં પરિવાર સાથે રહેતી અને ખેત મજૂરી કરતી સગીરાની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. તબીબી તપાસમાં તેના પેટમાં બાળક હોવાનું જણાતાં ઝનાના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં હોસ્પિટલમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. બનાવને પગલે ઙજઈં પાંડાવદરા સહિતે તપાસ કરતા ફેબ્રુઆરી માસ દરમિયાન મહીસાગર જિલ્લાના ગાડીયા ગામે રહેતો તેનો પિતરાઈ વિજય સવજીભાઈ કલાસરાએ લગ્નની લાલચ આપી અવારનવાર ઘરે આવી દુષ્કર્મ આચર્યુ હોવાની પરીવારને જાણ કરતા પોલીસે તેના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.