વાંકાનેર સંક્રાંતિ પર્વ ઉજવી પરત બેડી વાછકપર આવતી વેળાએ સર્જાયેયલી કરુણાંતિકા
3 વર્ષીય મોક્ષ, 9 માસની શ્રેયાના મૃત્યુથી બંને પરિવારો શોકમાં ગરકાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મકરસંક્રાંતિની રાત્રે કાગડદીના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં માસીયાઈ ભાઈ બહેન એવા બે માસુમ બાળકોના મોત નિપજતા બંને પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે વાછકપર બેડી ગામે રહેતો પરિવાર વાંકાનેર ઉતરાયણ કરવા ગયો હતો ત્યાંથી પરત મુકવા આવતી વેળાએ ગત રાત્રે આ કરુણાંતિક સર્જાઈ હતી આ અકસ્માતમેં બે લોકોને ઇજા પણ પહોંચી હતી બનાવ અંગે કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વાછકપર બેડી ગામે રહેતાં અજયભાઇ સુરેશભાઇ બાબરીયા ઉ.30 ગઇકાલે સંક્રાંતિ નિમીતે પોતાના પત્નિ, પુત્ર 3 વર્ષના પુત્ર મોક્ષ, સાળી ધર્મિષ્ઠા રમેશભાઇ વઢુકીયા ઉ.15 સહિતનાને લઇને વાંકાનરે રહેતાં સાઢુ અનીલભાઇ જગદીશભાઇ મદરેસાણીયાના ઘરે ગયા હતાં ઉતરાયણ ઉજવ્યા બાદ અજયભાઇને પરિવાર સાથે બેડી આવવું હોઇ તેના સાઢુભાઇ અનિલભાઇ મદરેસણીયા પોતાની અલ્ટ્રોઝ કાર જી જે 36 એ એલ – 9928માં બેસાડી બધાને બેડી મુકવા આવવા નીકળ્યા હતાં. તેમની સાથે તેના પત્નિ, 9 મહિનાની પુત્રી શ્રેયા પણ હતાં. આ બધા રાત્રે સાડા અગીયારેક વાગ્યે કાગદડીના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે બેડી વાછકપર જવા ટર્ન લઇ રસ્તો ઓળંગતા હતાં ત્યારે જ રાજકોટથી મોરબી તરફ જઇ રહેલી જી જે 04 એફ એ 7771 નંબરની સ્કોર્પીયો પુરપાટ ઝડપે આવી અલ્ટ્રોઝ સાથે ધડાકાભેર અથડાતાં બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અકસ્માતમાં અલ્ટ્રોઝમાં બેઠેલા પૈકીના અજયભાઇ બાબરીયા, તેના સાળી ધર્મિષ્ઠા, દિકરા મોક્ષ તથા અજયભાઇના સાઢુ અનિલભાઇની દિકરી શ્રેયાને ઇજાઓ થઇ હતી બાકી બધાનો બચાવ થયો હતો. અજયભાઇ અને સાળીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જ્યારે માસુમ મોક્ષ અને શ્રેયાને બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં અહિ બંનેને ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કરતાં બંને પરિવારો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં મોક્ષ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા અજયભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. જ્યારે શ્રેયા ભાઈ-બહેનમાં નાની હતી. બંને સાઢુએ એક સાથે વહાલસોયા સંતાન ગુમાવતાં બંનેના પરિવારોમાં કલ્પાંત છવાઈ ગયો છે.



