ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
વર્ષ 2018માં ગૃહમંત્રી અમિત શાહ પર કથિત અપમાનજનક ટિપ્પણી કરવાના કેસમાં એમપી એમએલએ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. આ મામલે ભાજપ કાર્યકર્તા નવીન ઝાએ રાંચી સિવિલ કોર્ટમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપમાં એક હત્યાનો આરોપી અધ્યક્ષ બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે. આ નિવેદન બાદ રાહુલ વિરુદ્ધ કેસ નોંધાયો હતો, જેમાં કોર્ટે તેમને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે. નવીન ઝાની અરજીમાં કહેવાયું છે કે, રાહુલના નિવેદનથી તેમને ઠેસ પહોંચી છે અને પાર્ટીની છબી પણ ખરાબ થઈ છે, તેથી ફરિયાદ દાખલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં દિલ્હીમાં એક અધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપમાં હત્યાનો આરોપી પણ અધ્યક્ષ બની શકે છે, પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે. તેમના આ નિવેદન બાદ ચાઈબાસા કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ કોર્ટે રાહુલ વિરુદ્ધ કોઈપણ જબરદસ્તીની કાર્યવાહી ન કરવાની મુદ્દત વધારી દીધી છે.